અમેરિકાને ફરી એકવાર મહાન બનાવવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશના કારણે પૃથ્વી પર સંકટ વધી જવાના સંકેત દેખાઇ રહ્યા છે. ટ્રમ્પના જિદ્દી વલણના કારણે પેરિસ જળવાયુ સમજુતી પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. આ સમજુતી પર ભારત સહિત દુનિયાના ૨૦૦ દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવી ચુક્યા છે. વિશ્વના તાપમાનને બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી દેવાની વાત પેરિસ સમજુતી પર કરીને કરવામાં આવી ચુકી છે. ડિસેમ્બર ૨૦૧૫માં કેટલાક દિવસ સુધી ચાલેલી વ્યાપક ચર્ચા બાદ અંતે પેરિસ જળવાયુ સમજુતીની નીંવ મુકવામાં આવી હતી.
પર્યાવરણ સુરક્ષા અને ભાવિ પેઢીઓને સુન્દર અને આદર્શ દુનિયા આપવાના ઇરાદા સાથે આ સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે ટ્રમ્પના વલણના કારણે હવે કેટલીક નવી સમસ્યા દેખાઇ રહી છે. એ વખતે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ સમજુતી લાગુ કરવામાં આવ્યા બાદ તેના પરિણામને લઇને આશા વ્યક્ત કરી હતી. બરાક ઓબામાની પ્રમુખ તરીકેની અવધિ પૂર્ણ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યાહતા. ટ્રમ્પે અમેરિકાના હિતોના કારણો રજૂ કરીને સમજુતીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. અમેરિકાના આ પગલાના કારણે તમામ પર્યાવરણવાદીઓ હચમચી ઉઠ્યા હતા. પર્યાવરણવાદીઓ પરેશાન થઇ ગયા હતા. જો કે દુનિયાના બીજા નંબરના કાર્બન ઉત્સર્જન દેશ એવા ચીનનુ વલણ હકારાત્મક રહ્યુ છે.
ચીને સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે અન્ય દેશોની સાથે મળીને સમજુતીને લાગુ કરવા માટે હાથ મિલાવશે. અમેરિકા ખસી ગયા બાદ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. આમાં એક પ્રશ્ન એ થાય છે કે અમેરિકા ખસી ગયા બાદ આ સમજુતી પર હસ્તાક્ષર કરનાર અન્ય દેશો પીછેહટ કરશે નહીં તેની કોઇ ગેરંટી નથી. અમેરિકા ખસી ગયા બાદ હવે સમજુતીનુ ભાવુ શુ થશે. કાર્બન ઉત્સર્જન કરનાર દેશો જે સમજુતી પર હસ્તાક્ષર કરી ચુક્યા છે તે હવે દેશના હિતોને ધ્યાનમાં લઇને આ સમજુતીથી અલગ થશે તેની કોઇ પણ પ્રકારની ગેરંટી નથી.આ ઉપરાંત જે રીતે ટ્રમ્પ જે રીતે અમેરિકાના હિતોને ધ્યાનમાં લઇને તેમાં જાગવાઇ ફેરફારો કરવા માટે માંગ કરશે નહીં. અમેરિકા પોતાના પોતાની શરત પર સમજુતીમાં રહેવા માટે ઇચ્છુક છે. ટ્રમ્પ નક્કરપણે માને છે કે પેરિસ સમજુતીના કારણે અમેરિકાના અર્થતંત્ર પર માઠી અસર કરી શકે છે. જેથી સમજુતીમાં કેટલાક યોગ્ય ફેરફાર કરવાની માંગ અમેરિકા દ્વારા કરવામાં આવી રહીછે. અમેરિકાના ઉદ્યોગોની સુરક્ષા થાય તે દિશામાં પગલા લેવામાં આવે તેમ ટ્રમ્પ ઇચ્છા રાખે છે.
આવી સ્થિતીમાં આની કોઇ ગેરંટી નથી કે બીજા દેશો અમેરિકાની શરતો અને નવી જાગવાઇ મુજબ રાજી થઇ જશે. અમેરિકાના પગલે આગળ વધીને અન્ય દેશો પણ કેટલાક મુશ્કેલ નિર્ણય કરી શકે છે. બાકીના દેશો પણ પોત પોતાના દેશોના હિતની વાત કરીને રાહત આપવાની રજૂઆત કરી શકે છે. જા આવુ થશે તો સમજુતીનુ સ્વરૂપ શુ રહી જશે. આ તમામ પાસા પર વિચારણા કરવાની જરૂર છે. ટ્રમ્પના આનિર્ણયના કારણે તેમની દુનિયાના દેશોમાં વ્યાપક ટિકા થઇ રહી છે. અમેરિકામાં પણ તેમની ટિકા થઇ રહી છે. વર્ષ ૨૦૧૫માં થયેલી પેરિસ સમજુતીને અમલી કરવા માટે ભારત સહિત દુનિયાના ૧૯૫ દેશો તમામ ઉપાય કરી રહ્યા છે. આ સમજુતી વર્ષ ૨૦૨૦માં લાગુ કરવામાં આવનાર છે. આ તમામ પગલાનો હેતુ પૃથ્વીના સરેરાશ તાપમાનને બે ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર જતા રોકવાનો રહેલો છે. સમજુતીથી ટ્રમ્પે હાથ ઉંચા કરી દીધા બાદ પેરિસ સમજુતીના ભાવિ પર પહેલાથી પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. જો કે ચીન અને ભારત આને લઇને ગંભીર છે. ચીને તમામ દેશોની સાથે ચાલવાની વાત કરીને તમામ દેશોને રાહત ચોક્કસપણે આપીછે. બીજી બાજુ ભારતે તેના માટે કેટલાક ટાર્ગેટ નક્કી કર્યા છે. અમેરિકાના પ્રમુખ દરેક મુદ્દા પર જે રીતનુ વલણ અપનાવી રહ્યા છે તેના કારણે દુનિયાનાદેશોમાં તેમની વ્યાપક ટિકા થઇ રહી છે. જો કે સમજુતીના ભાવિને લઇને ચિંતા પણ છે.