નવી દિલ્હી: બિઝનેસ ટ્રિપ પર સેક્સ દરમિયાન મોતના મામલે સુનાવણી કરતી વેળા ફ્રાન્સની એક કોર્ટે પણ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે આના માટે કંપની જવાબદાર છે. ફ્રાન્સની એક કોર્ટે તારણ આપતા કહ્યુ છે કે બિઝનેસ ટ્રિપ દરમિયાન કોઇ કારોબારી સેક્સ માણે છે તો તે પણ કામના હિસ્સા તરીકે જ રહેશે. આ ચુકાદો એક એવા શખ્સ સાથે સંબંધિત મામલામાં આવ્યો છે જે વ્યક્તિનુ બિઝનેસ ટ્રિપ દરમિયાન મોત થયુ હતુ. શખ્સે હોટેલમાં પરત ફરતી વેળા એક મહિલાની સાથે સેક્સ માણ્યુ હતુ. ત્યારબાદ તેનુ હાર્ટ અટેકના કારણે મોત થયુ હતુ. કોર્ટે કહ્યુહતુ કે મોતની જવાબદારી કંપનીની રહેલી છે. સાથે સાથે બિઝનેસમેન વ્યક્તિને વળતરની ચુકવણી તો કરવી જ પડશે. કોઇ બિઝનેસ ટ્રિપ દરમિયાન કોઇ વ્યક્તિ પોતાના અંગત પળો માણે છે અને કોઇ કારણસર તેનુ મોત થઇ જાય છે તો તેની જવાબદારી કંપનીની રહેશે કે કેમ તેને લઇને આ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.
ફ્રાન્સમાં આ મામલે સપાટી પર આવ્યો છે. કોર્ટે મોત માટે કંપનીને જવાબદાર ઠેરવીને પરિવારને વળતર ચુકવવા માટેનો આદેશ કર્યો છે. કેસની વિગત એવી છે કે બિઝનેસ ટ્રિપ દરમિયાન બિઝનેસમેન એક મહિલા સાથે સંબંધ બનાવી લીધા હતા. એક વણઓખાયેલી મહિલાની સાથે સેક્સ દરમિયાન જેવિયર નામના શખ્સનુ મોત થયુ હતુ. જેવિયર રેલવે એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો. વર્ષ ૨૦૧૩માં એક બિઝનેસ ટ્રિપ પર લોઇરટ ગયા હતા. એક રાત્રે હોટેલથી પરત ફરતી વેળા તેઓ મહિલાના આવાસ પર ગયા હતા. સેક્સ દરમિયાન તેમનુ મોત થયુ હતુ.
હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીએ કહ્યુ હતુ કે જેવિયરની મોતની જવાબદારી રેલવે એન્જિનિયરિંગ કંપનીની છે. જેમાં તેઓ કામ કરતા હતા. જો કે કંપનીએ કહ્યુ હતુ કે તેઓ બિઝનેસ ઉપરાંત અંગત પળ માણી રહ્યા હતા. સાથે સાથે એ ગાળા દરમિયાન તેઓ કંપની દ્વારા બુક કરવામાં આવેલી હોટેલમાં પણ ન હતા. મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. મે મહિનામાં આ ચુકાદો આવ્યો હતો. કોર્ટે વિમા કંપનીના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.