નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓનો ખાતમો જારી રહ્યો છે. હવે વધુ એક ખતરનાક ત્રાસવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે. હવે રાજ્યના સોપોરેમાં સુરક્ષા દળોએ લશ્કરે તોયબાના ટોપ કમાન્ડરને ઠાર કરી દીધો છે. સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. જમ્મુ કાશ્મીર પોલીસના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે તોયબાના ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોટી માત્રામાં મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો છે.
ઠાર કરવામાં આવેલો આ આસિફ નામનો ત્રાસવાદી અનેક પ્રકારની ત્રાસવાદી ગતિવિધીમાં સીધી રીતે સામેલ હતો. તેની ગતિવિધી પર હાલમાં નજર રાખવામાં આવી રહી હતી. માર્યા ગયેલા ત્રાસવાદી પર સફરજનના વેપારીઓને ધાક ધમકી આપવા અને તેમના પર હુમલામાં સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ ધાક ધમકી વેપારીઓને મળી હતી. ત્યારબાદ તપાસ ચાલી રહી હતી.