ભરપૂર ઉત્સુકતા પછી એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા તેની અવ્વલ ઓફર સિગ્નેચર એલજી ઓએલઈડી ડબ્લ્યુ7 આણંદ શહેરમાં લાવવા માટે સુસજ્જ છે અને તે પહેલી વાર ‘સંકેત એન્ટરપ્રાઇઝ’ ખાતે મળશે.
ડબ્લ્યુ7 સિરીઝની નાવીન્યપૂર્ણ ડિઝાઈન એલજી સિગ્નેચરની લેસ ઈઝ મોર ફિલોસોફીનું અનુસરણ કરે છે, જે એકલા સ્ક્રીનની સુંદરતા પર ભાર આપતાં જ બધું જ દૂર રાખે છે. ડબ્લ્યુ7ની સ્લીક રેઝર- થીમ રૂપરેખા ટીવી મિડ-એરમાં સુંદર દેખાય છે, જેને લીધે તેમાં વધુ રોમાંચનો ઉમેરો થાય છે. ઓએલઈડી પેનલ 65 ઈંચ મોડેલમાં ફક્ત 2.57 મીમી પાતળી છે, જે ફક્ત મેગ્નેટિક બ્રેકેટ્સથી સીધા જ દીવાલ પર ટીંગાડી શકાય છે, જેને લીધે ટીવી અને દીવાલ વચ્ચે કોઈ પણ અંતર રહેતું નથી. વળી, તેમાં બોલકણાં સ્પીકર્સ અને અફલાતૂન ડોલ્બી એટમોઝ સાઉન્ડ રોમાંચને પરિપૂર્ણ કરે છે. ડબ્લ્યુ7 સિરીઝની આ ડિઝાઈન ટીવી નહીં પણ બારીની બહાર જોઈ રહ્યા હોય તેવો આભાસ કરાવે છે. ઓએલઈડી ટીવીમાં પિક્ચર-ઓન- વોલ ડિઝાઈન અને ડોલ્બી વિઝનટીએમ અને ડોલ્બી એડમોઝ ટેકનોલોજી ઘરમાં સિનેમા જોતા હોય તેવો બેજોડ અહેસાસ કરાવે છે.
એલજીની નવી ઓફર સ્ટાઈલિશ ઓએલઈડી ટીવીએ આજના ગ્રાહકો ફંકશનાલિટી અને એસ્થેટિક્સનું અનુકૂળ સંમિશ્રણ સાથે ટીવી અનુભવ જે રીતે કરે છે તેમાં ક્રાંતિ લાવી દીધી છે. વાસ્તવમાં યુએસ કન્ઝયુમર રિપોર્ટ દ્વારા ટેલિવિજન અને તેની લોકપ્રિયતા જારી કરાયેલી ડેટા અનુસાર એલજી ઓએલઈડી ડબ્લ્યુ7 ટોચના સ્થાને બિરાજે છે અને નોર્થ અમેરિકામાં નંબર 1 ઓએલઈડી ટીવી બ્રાન્ડ બનવા માટે લાઈમલાઈટમાં છે. નાવીન્યપૂર્ણ સિગ્નેચર ઓએલઈડી ડબ્લ્યુ7 સિરીઝ એલજી ઓએલઈડીની ક્રાંતિકારી સેલ્ફ- લાઈટિંગ પિક્સેલ ટેકનોલોજી પર બની છે, જે ઈનફિનિટ કોન્ટ્રાસ્ટ રેશિયો ઓફર કરવા માટે કોઈ પણ લાઈટ લીકેજ વિના પરફેક્ટ બ્લેક આપે છે. ઓએલઈડી ટીવી એક અબજ શક્ય રંગો સાથે પરફેક્ટ કલર પણ પેદા કરી શકે છે. આ શ્રેણી જરૂરી હોય ત્યારે ઉત્તમ બ્રાઈટનેસ આપવા માટે અલ્ટ્રા લુમિનન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સાથે ડબ્લ્યુ7 સિરીઝ અને બધાં એલજી 2017 ઓએલઈડી ટીવી ડોલ્બી વિઝન સાથે એક્ટિવ એચડીઆરથી સમૃદ્ધ છે, જે એચડીઆર ફોર્મેટ્સની ફુલ પેલેને ટેકો આપે છે. આ વર્સેટિલિટી તેના નવા એચડીઆર ઈફેક્ટ ફીચરથી વધુ સમૃદ્ધ બને છે, જે ચોક્કસ ક્ષેત્રમાં બ્રાઈટનેસ સુધારવા, કોન્ટ્રાસ્ટ રેશિયો બહેતર બનાવવા અને વધુ અચૂક ઈમેજીસ આપવા માટે સ્ટાન્ડર્ડ ડેનિફિશન કન્ટેન્ટ ફ્રેમ- બાય- ફ્રેમ પ્રક્રિયા કરે છે. આ અનોખું ટીવી બધા વ્યુઈંગ એન્ગલ્સમાં કોન્ટ્રાસ્ટ અને રંગમાં કોઈ પણ ખરાબી વિના પરફેક્ટ વ્યુઈંગ એન્ગલ આપી શકે છે. (ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાથી ટીવી કાર્યક્રમ જોતા હોય ત્યારે પરિવાર માટે અત્યંત ઉપયોગી).
આ ખુશીની અવસરે એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયાના મૌલેશછાયા, રીજનલ બિઝનેસહેડ, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા – જણાવ્યું હતું કે, ઓએલઈડી ટીવીની સિગ્નેચર શ્રેણી ડબ્લ્યુ7 અત્યાધુનિક ટેકનોલોજીઓ અને ઉત્તમ એસ્થેટિક્સને એકીકૃત કરવા સાથે ભારતીય ગ્રાહકોને સશક્ત બનાવવાના અમારા ધ્યેયની રેખામાં છે. આ ટીવી દેખીતી રીતે જ વ્યાપક હોમ એન્ટરટેઈનમેન્ટ અને સાઉન્ડ સિસ્ટમ્સ સોલ્યુશન્સ ગુજરાતના ગ્રાહકોને આપશે, કારણ કે આ પ્રદેશના ગ્રાહકો ટેકનોલોજીને વહેલી અપનાવે છે અને હંમેશાં ફ્લેગશિપ ટેકનોલોજીઓ અને પ્રોડક્ટો જોતા હોય છે.