ગુડી બાંધવી – દરેક પરિવારમાં પોતાની યોગ્યતા પ્રમાણે સુંદરમાં સુંદર સાડીને લાકડી ઉપર લપેટીને તેની સાથે બ્લાઉઝ પીસ, ચાંદલો અને મંગળસૂત્ર ઘરના દરવાજે ધ્વજા તરીકે લહેરાવામાં આવે છે. આ મહિલાઓના સશક્તીકરણ અને સન્માનનું પ્રતિક છે. આભૂષણ મહિલાઓની ગરિમાનું પ્રતિક છે.
સૂર્યોદય સમયે ગુડી બાંધવી – ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને ભગવાન માનવામાં આવે છે. પશુ, પંખી, પર્વત, વૃક્ષ દરેક માટે સૂર્ય ખૂબ મહત્વપૂર્ણ છે. એટલા માટે સૂર્યોદય સમયે જ ગુડી બાંધવાની પરંપરા છે.
સામંજસ્ય – ઘરના પુરુષ ગુડીને બાંધે છે પરંતુ તેને બાંધવા માટેની દરેક વસ્તુઓ ઘરની સ્ત્રી આપે છે, આ દર્શાવે છે કે પરિવાર સ્ત્રી પુરુષના આપસી મેળથી જ ચાલે છે. પરિવારને પરિપૂર્ણ બનાવવા માટે સ્ત્રી પુરુષનો મનમેળ હોવો જરૂરી છે.
લીમડાના પાન – ગુડી પર લીમડાની ડાળી બાંધવામાં આવે છે અને લીમડાના પાન ચાવવામાં આવે છે જે જીવનમાં સુખ સાથે દુખ પણ આવે છે એનું પ્રતિક છે.
ખાંડની ગાંઠ – ગુડીને ખાંડની ગાંઠથી પણ શણગારવામાં આવે છે, ખાંડ મીઠી હોય છે એટલે જીવનમાં દુખના દિવસોને ભૂલી જઇને મીઠાશથી રહેવાનું સુચવે છે.
શ્રીખંડ – શ્રીખંડ મધુર હોય છે અને શિયાળામાં ઠંડી ચીજો ખાવાની મનાઇ હોય છે એટલે હોળી બાદ આવતા ગુડી પડવાથી તમે ઠંડી ચીજો ખાઇ શકો તેવુ દર્શાવે છે.
મોગરાની માળા – ગુડીને મોગરાની માળાથી શણગારવામાં આવે છે જે દર્શાવે છે કે જીવનને સુવાસથી ભરી દો, આ સિઝનમાં મોગરા ખીલી ઉઠે છે. નાના સફેદ મોગરાની માળા ગુડી ઉપર ચાર ચાંદ લગાવે છે. મોગરો સંદેશ આપે છે કે સુગંધ તેમના આકર્ષણનું મહત્વ છે.