મુંબઇ : મહારાષ્ટ્રમાં એક પ્રકારની દુલર્ભ ઘટના સપાટી પર આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ મહારાષ્ટ્રની આ મહિલા ૨૦મી વખત સગર્ભા બની છે. અને હવે ૧૭મા બાળકોને જન્મ આપનાર છે. તબીબો દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. તબીબોએ કહ્યુ છે કે બીડ જિલ્લાની ૩૮ વર્ષીય આ મહિલા સાત મહિનાનો ગર્ભ ધરાવે છે. હજુ સુધી તેના ૧૬ સફળ પ્રસવ થઇ ચુક્યા છે. જ્યારે ત્રણ ગર્ભપાત થઇ ગયા હતા. આ ગર્ભપાત ગર્ભ થયાના ત્રણ મહિના બાદ થયા હતા.
તબીબોના કહેવા મુજબ તેના ૧૧ બાળકો છે. તેના પાંચ બાળકોના મોત પ્રસવના કેટલાક કલાકો બાદ અથવા તો કેટલાક દિવસ બાદ મૃત્યુ પામ્યા હતા. ખાનાબદોશ ગોપાલ સમુદાયના રહેલી લંકાબાઇ ખરાટને સ્થાનિક અધિકારીઓએ જોઇ હતી. જે તેના ૨૦મી વખત ગર્ભધારણ કરવાના હેવાલને લઇને માહિતી ધરાવે છે. બીડ જિલ્લાના સિવિલ સર્જન અશોક થોરાટે કહ્યુ છે કે આ સમય તેના ૧૧ બાળકો છે.
૩૮ વર્ષની વયમાં તે ૨૦મી વખત માતા બનનાર છે. અન્ય તબીબોએ કહ્યુ છે કે જ્યારે અમને સગર્ભા હોવાના હેવાલ મળ્યા ત્યારે તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ જરૂરિ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મહિલા અને બાળક હજુ સુધી સ્વસ્થ છે. તેને દવાઓ આપવામાં આવી રહી છે. તેને ઇન્ફેક્શથી બચવા માટે દવા આપવામાં આવી રહી છે. તે હોસ્પિટલમાં પ્રથમ વખત બાળકને જન્મ આપનાર છે. આ પહેલા તમામ બાળકોને ઘરમાં જ જન્મ આપ્યા છે. કોઇ પણ ખતરાને પહોંચી વળવા માટે જુદા જુદા પગલા તબીબો દ્વારા લેવામાં આવી રહ્યા છે. તે ગોપાલ સમુદાય સાથે સંબંધિત છે.