ભારતના ચન્દ્રયાન-૨ના લોંચ પહેલા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ઇઝરાયેલ દ્વારા પણ પોતાના સ્પેસક્રાફ્ટ બેરેશીટ ચન્દ્ર પર મોકલ્યુ હતુ. જો કે ઇઝરાયેલના આ મિશનને પણ સફળતા મળી ન હતી. સ્પેસક્રાફ્ટ લેન્ડ કરતી વેળા જ ક્રેશ થઇ ગયુ હતુ. આ ઇઝરાયેલનુ પ્રથમ પ્રાઇવેટ ફંડ સ્પેશક્રાફ્ટ રહ્યુ હતુ. ઇઝરાયેલની એક નોન પ્રોફિટ કંપનીએ આ સ્પેસક્રાફ્ટને લોંચ કરીને ભારે ચર્ચા જગાવી હતી. અમેરિકાની એક કંપની આર્ક મિશન ફાઉન્ડેશન પણ આની સાથે જાડાઇ હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે આ દુનિયાના પ્રથમ ખાનગી ચન્દ્ર અભિયાન પૈકી રહેતા તેના પર દુનિયાની નજર હતી.
આ અભિયાનમાં જો સફળતા મળી હોત તો રશિયા, અમેરિકા, ચીન બાદ ઇઝરાયેલ ચન્દ્ર પર યાન ઉતારનાર ચોથુ દેશ રહ્યુ હોત. ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝના અંતરિક્ષ વિભાગના અધિકારી ઓફેર ડોરોન કહી ચુક્યા છે કે ચન્દ્રની સપાટી પર યાન ક્રેશ થઇ ગયુ હતુ. ડોરોને કબુલાત કરતા કહ્યુ હતુ કે અંતરિક્ષ યાન ટુકડા ટુકડા થઇને પોતાની ઉતરાણની જગ્યાએ કાટમાળમાં ફેરવાઇ ગયુ હતુ. એમ માનવામાં આવી રહ્યુ છે કે યાનના એÂન્જનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ તેના બ્રેકિંગ સિસ્ટમમાં ખરાબી થઇ ગઇ હતી. આ ચન્દ્રની સપાટી પરથી ૧૦ કિલોમીટરના અંતરે હતુ. એ વખતે પૃથ્વી સાથે તેનો સંપર્ક તુટી ગયો હતો.
જેથી ચન્દ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ. ઇઝરાયેલના સ્પેસક્રાફ્ટ બેરેશીટને જ્યારે ચન્દ્ર પર મોકલી દેવામાં આવ્યુ ત્યારે તેમાં એક ખાસ પ્રકારના પેકેજનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ ખાસ વ્યવસ્થનુ નામ લ્યુનર લાઇબ્રેરી એટલે કે ચન્દ્રની લાયબ્રેરી રાખવામાં આવ્યુ હતુ ઓર્ક મિશન ફાઉન્ડેશને બેરેશીટ પર તેને ગોઠવીને રવાના કરવામાં આવ્યુ હતુ. સંગઠનનો મુખ્ય ઉદ્ધેશ્ય માનવ ઇતિહાસને ચન્દ્ર પર સુરક્ષિત કરવાનો હતો. ચન્દ્રની લાયબ્રેરીમાં માનવ ઇતિહાસની સાથે જોડાયેલા કેટલાક સાધનો જેમ કે ત્રણ કરોડ પાનામાં માનવ ઇતિહાસ, માનવીના ડીએનએ સેમ્પલ અને હજારો ડિહાઇડ્રેડટેડ ટારટીગ્રેડસ હતા.