મુંબઇ : ભારતીય-કેનેડિયન અભિનેત્રી લીઝા રે હાલના સમયમાં જુદા જુદા સામાજિક કાર્યોમાં જાડાયેલી છે. કેન્સરના રોગમાંથી મુક્ત થયા બાદ તે આ જીવલેણ રોગ સામે કઇ રીતે લડવામાં આવે તે અંગે પણ સામાજિક કાર્ય કરી રહી છે. સાથે સાથે પુસ્તકો પણ લખે છે. ફિલ્મોને લઇને તે હવે વધારે આશાવાદી નથી. જા કે તે એક્ટિંગ કરવાનો ઇન્કાર કરતી નથી. તેનુ કહેવુ છે કે પોતાની લાઇફને લઇને તે પુસ્તક લખી રહી છે. આ પુસ્તક હવે વર્ષ ૨૦૧૯માં ગરમીની સિઝન સુધી બજારમાં આવે તેવી શક્યતા છે. તેનુ કહેવુ છે કે લાઇફના તમામ અનુભવને તે એક પુસ્તકમાં રજૂ કરવા માટે ઉત્સુક છે. લીઝા રેનુ કહેવુ છે કે પુસ્તકમાં તેના કડવા લાઇફના અનુભવને પણ તે રજૂ કરવા માટે ઇચ્છુક છે.
લીઝા હાર્પર કોલિન્સની સાથે મળીને પુસ્તકનુ પ્રકાશન કરવા જઇ રહી છે. લીઝા રેએ હાલમાં જ સરોગેસીના માધ્યમથી જાડકા બાળકોને જન્મ આપી પોતાના ચાહકોની સાથે સાથે તમામ બોલિવુડ સાથીઓને પણ ચોંકાવી ચુકી છે. લીઝાએ એક નિવેદનમાં કહ્યુ છે કે પોતાની લાઇફના સંબંધમાં પુસ્તકને લઇને તે આશાવાદી છે. પોતાની આત્મકથા લખતી વેળા તે હજારો અનુભવમાંથી પસાર થઇ રહી છે. તેનુ કહેવુ છે કે તે લાંબા સમયથી આના પર કામ કરી રહી હતી. પોતાના જાડકા બાળકને જન્મ આપ્યા બાદ તે તેના ત્રીજા બાળક તરીકે છે. તેનુ પુસ્તક બજારમાં વહેલી તકે આવે તેમ તે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે મજબુત સમર્થન વિના પ્રમાણિક રીતે પોતાની રીતે પટકથા સાંભળી લેવાની વાત સરળ હોતી નથી. તેનુ કહેવુ છે કે આ પ્રકારનુ પુસ્તક પોતાની રીતે અલગ પ્રકારનુ રહેશે. લીઝા રે પોતાની લાઇફમાં કેન્સરની સામે પણ જોરદાર લડાઇ લડી ચુકી છે.
તેમાંથી તે સફળ રીતે બહાર આવી છે. બીજી બાજુ તે વિતેલા વર્ષોમાં સેક્સી સ્ટાર તરીકે રહી હતી. તે મહેશ ભટ્ટની ફિલ્મ કસુરમાં સેક્સી રોલમાં નજરે પડી હતી. જેમાં તે આફતાભ સાથે નજરે પડી હતી. લીઝા રે હાલમાં બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહી છે. તેની પાસે ઓફર તો ચોક્કસપણે આવી રહી છે. લિસા રેની બોલિવુડ કેરિયર લાંબા સમય સુધી ચાલી નથી. તે જુદા જુદા કારણોસર વહેલી તકે ફિલ્મોથી દુર થઇ ગઇ હતી. જા કે તેની ઓળખ કેરિયરની શરૂઆતમાં એક સેક્સી સ્ટાર તરીકે ઉભરી હતી. તે વધારે સારા રોલ પણ કરી રહી હતી. જા કે કેટલાક કારણોસર તે વહેલી તકે ફિલ્મોમાંથી નિકળી ગઇ હતી. હવે તે સામાજિક કાર્યોની સાથે સાથે લોકલક્ષી કામ કરવા માટે ઇચ્છુક છે. લિસા રે આવનાર સમયમાં કેટલાક નવા પ્રોજેક્ટમાં સામેલ થઇ શકે છે. વિતેલા વર્ષોમાં તે કેટલીક જાહેરાતમાં કામ કરી ચુકી છે. જેમાં મોટી બ્રાન્ડ પણ સામેલ છે. હવે પોતાના પતિ સાથે મળીને સામાજિક કાર્યને વધુ વિસ્તૃત કરવા માટે ઇચ્છુક છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		