ભારત અને રશિયા વચ્ચે સંબંધો ફરી એકવાર પહેલા જેવા મજબુત બની રહ્યા છે. આજે જ્યારે વેપારી અને વ્યુહાત્મક ક્ષેત્રોમાં અમેરિકાના એકતરફી વલણના કારણે સંયુક્ત રાષ્ટ્રથી લઇને વિશ્વ વેપાર સંગઠન સુધી તમામ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. અમેરિકાએ તેના પ્રભાવના કારણે આજે વિશ્વ વેપાર સંસ્થા અને તમામ વૈશ્વિક સંસ્થાઓને દબાણમાં લાવી દીધા છે. આવી સ્થિતીમાં ભારત અને રશિયા વચ્ચેની નજીકની મિત્રતા ખુબ ઉપયોગી બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઐતિહાસિક યાત્રા પર રશિયામાં અનેક સફળ બેઠકો કરી ચુક્યા છે. બુધવારના દિવસે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિન સાથે અનેક મહત્વના મુદ્દા પર વાતચીત કરી હતી. અનેક સમજુતી પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.
બંને નેતાઓએ પારસ્પરિક વેપારને ૧૧ અબજ ડોલરથી વધારીને ૨૦૨૫ સુધી ૩૦ અબજ ડોલર સુધી લઇ જવા માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં હાલના પડકારોને ધ્યાનમાં લઇને તેમાં સુધારા કરવાની વાત કરવામાં આવી છે. રશિયાએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુર૭ા પરિષદમાં ભારતના કાયમી સભ્ય પદ માટે તરફેણ કરી હતી. હાલમાં કાશ્મીરના સંબંધમાં આ યાત્રા ઉપયોગી રહી છે. કારણ કે આ મુદ્દા પર ભારતને ચારેબાજુથી સમર્થન મળે તે જરૂરી છે. કારણ કે પાકિસ્તાન હજુ પણ આ મુદ્દાને લઇને દુનિયાના દેશોમાં ઉશ્કેરણીજનક પ્રચાર કરવામાં વ્યસ્ત છે. રશિયાએ સાફ શબ્દોમાં કહ્યુ છે કે તે કોઇ પણ દેશના આંતરિક મામલામાં દરમિયાનગીરી કરવા માટે ઇચ્છુક નથી.
આ પ્રવાસની મોટી સિદ્ધી એ રહી છે કે રશિયાએ પણ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્યુ ધ અપોસલ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત અને રશિયા વચ્ચે પ્રતિનિધીસ્તરની ૨૦મી બેઠક યોજાઇ હતી. જેનાપછી બંને દેશોએ સંરક્ષણ, ટેકનોલોજી સહિતના જુદા જુદા ક્ષેત્રોમાં ઉપયોગી કરાર કર્યા હતા. સ્પેશના ક્ષેત્રમાં પણ સમજુતી કરવામાં આવી હતી. મોદીએ આ પ્રસંગે એમ પણ કહ્યુ હતુ કે સ્પેશના ક્ષેત્રમાં બંને દેશો નવી ઉંચાઇ પર પહોંચી રહ્યા છે. ગગનયાન એટલે કે ભારતના માનવ મિશનને હાથ ધરવા માટે રશિયા ભારતના અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ આપનાર છે.
રશિયાના સહકાર સાથે જડ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ભારતમાં પહેલાથી જ બની રહ્યા છે. અફઘાનિસ્તાનને લઇને તેમને સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ભારત પોતાના પડોશમાં એક સ્વતંત્ર, સાંત અને લોકશાહી અફઘાનિસ્તાન જાવા માટે ઇચ્છુક છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધ દશકોથી સૌથી વિશ્વસનીય રહ્યા છે. રશિયાએ એક સારા અને મજબુત મિત્ર દેશની જેમ તમામ મોરચે ભારતને સમર્થન આપ્યુ છે. વિશ્વમાં ભારતના સૌથી મજબુત વિશ્વસનીય દેશ તરીકે ગણવામાં આવે તો તે રશિયા છે. ભારતીય લોકો પણ સારી રીતે જાણે છે કે રશિયા જ ભારતના સાચા મિત્ર તરીકે છે. આની સાબિતી પણ રશિયાએ અનેક વખત આપી છે. ભારત પર રશિયા સાથે મિત્રતાના મામલે અન્ય કોઇ પણ દેશની અવગણના કરી શકે છે. ઇતિહાસમાં પણ આ બાબત સ્પષ્ટ પણે રજૂ થઇ ચુકી છે.