મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી હજુ અકબંધ રાખવામાં આવી છે. ભારે વરસાદના કારણે મુંબઇમાં પહેલાથી જ હાલત કફોડી છે. ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના દિવસે ભારે વરસાદ જારી રહે તેવી શક્યતા છે. બુધવારના દિવસે મુંબઇ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતીમાં રહ્યા બાદ લોકોને હાલતમાં વધારે રાહત મળે તેવી શક્યતા ઓછી છે. મુંબઇમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
આઇએમડીના કહેવા મુજબ ભારે વરસાદ થઇ શકે છે. લોકોને દરિયા કાઠે હાલમાં ન જવા માટેની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. દરિયા કાઠાના વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. માયાનગરીમાં લોકોની સામે કેટલાક પડકારો છે.