નવીદિલ્હી : દેશની કેન્દ્રીય બેંક આરબીઆઈએ લોન લેનારની તરફેણમાં મોટો નિર્ણય કર્યો છે. હવે રિઝર્વ બેંક તરફથી નીતિગત વ્યાજદરમાં થનાર ઘટાડાની સાથે જ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને અન્ય નાના ઉદ્યોગોને મળનાર લોનના મામલામાં વ્યાજદરમાં તરત ઘટાડો કરવામાં આવશે. આના સીધા લાભ લોન લેનારને થશે. આ પહેલા લોન આપનાર બેંકો આરબીઆઈને ભેંટમાં કાપના લાભને ગ્રાહકોને પહોંચાડવા સુધી ભારે ખચકાટ અનુભવ કરતા હતા. આરબીઆઈએ તમામ બેંકોને સરક્યુલર મોકલીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, હવે તેઓ લોનના વ્યાજદરો માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટ અથવા તો એમસીએલઆરના આધાર પર કરશે નહીં.
આરબીઆઈએ સરક્યુલરના માધ્યમથી બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેમને ફ્લોટિંગ રેટ ઉપર આપવામાં આવતા તમામ લોનને એમસીએલઆરના બદલે આ ત્રણ બહારના બેંચમાર્કોમાંથી કોઇ એક સાથે જોડવાના રહેશે. બેંકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ આરબીઆઈના રેપોરેટ ત્રણ મહિના અથવા તો છ મહિનાના ટ્રેઝરી બિલ યીલ્ડ અથવા તો ફાઈનાન્સિયલ બેંચમાર્ક ઇન્ડિયા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા કોઇ બેંચમાર્ક રેટમાંથી કોઇ એકની પસંદગી કરી શકે છે.
આરબીઆઈ સરક્યુલર કહે છે કે, હાઉસિંગ, ઓટો અને પર્સનલ લોનની સાથે અન્યને મળનાર લોન પર લાગૂ કરવામાં આવે તો તેનાથી જુદી ગણતરી કરવાની જરૂર છે. રિઝર્વ બેંકે આજે નિવેદનમાં કહ્યું હતું કે, એવું જાણવા મળી રહ્યું છે કે, હાલના ભંડોળમાં એમસીએલઆર સિસ્ટમમાં નીતિગત દરોમાં ફેરફારને બેંકોના લોન રેટ સુધી પહોંચાડવાની બાબત કેટલાક કારણોથી સંતોષજનક નથી.
આને ધ્યાનમાં લઇને રિઝર્વ બેંકે પર્સનલ લોન, રિટેલ અને એનએસએમઈને આપવામાં આવી રહેલા ફ્લોટિંગ રેટવાળા લોનને પહેલી ઓક્ટોબર ૨૦૧૯થી ત્રણ બહારના માપદંડોમાં કોઇ એક સાથે જોડવાની બાબતને ફરજિયાત કરી દેવામાં આવશે. લોન લેનાર ઘણા બધા ફાયદા થનાર છે જે પૈકી ફંડ ઉપર બેંકના ખર્ચ સાથે આરબીઆઈના લેન્ડિંગ રેટ જોડાયેલા રહે છે.