બેંગ્લોર : કર્ણાટકના કાનુન અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ એક વિવાદાસ્પદ નિવેદન કરીને નવી ચર્ચા જગાવી દીધી છે. તેમણે કહ્યુ છે કે વિધાનસભામાં પોર્ન ફિલ્મો અને વિડિયો નિહાળવાની બાબત રાષ્ટ્રવિરોધી ગતિવિધી તરીકે નથી. તેમના આ નિવેદનના કારણે ભારે હોબાળો મચી ગયો છે. મદુસ્વામી રાજ્યના નાયબ મુખ્યપ્રધાન લક્ષ્મણ સાવદીનો બચાવ કરી રહ્યા છે. જેમને વર્ષ ૨૦૦૨માં વિધાનસભાની અંદર પોર્ન ફિલ્મ નિહાળવાના મામલે મંત્રીપદેથી રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી.
સાવદીને ડેપ્યુટી મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા બાદ વિવાદ પર મધુસ્વામીએ તેમનો બચાવ કર્યો છે. તુમકુરુમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે સાવદીએ ભુલ કરી હતી. જો કે આનો અર્થ કોઇ ગુનો નથી. તેમને મંત્રી બનાવવામા આવવા જોઇએ નહીં તે કોઇ ચર્ચાનો વિષય નતી. સાવદીને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા બાદ કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કર્ણાટકમાં ત્રણ નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે. આ ત્રણ પૈકી એક સાવદી પણ છે.
કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ તેમના પર પ્રહારો કર્યા હતા. તેઓએ સાવદીના ૨૦૧૨માં વિધાનસભામાં પોર્ન ફિલ્મ નિહાળવા માટે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સાથે સાથે આ મુદ્દા પર ભાજપ પર પ્રહારો કર્યા હતા. સિદ્ધારમેયાના નિવેદન બાદ મધુસ્વામીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સિદ્ધારમેયાએ પ્રહારો કરતા કહ્યુ હતુ કે ભાજપના ટોપ નેતાઓને શરમ નથી. મધુસ્વામીએ કહ્યુ હતુ કે વિડિયો નિહાળવાની બાબત નૈતિક રીતે ખોટી છે પરંતુ ગલતિથી ચાલુ થઇ ગયા બાદ તેઓ નિહાળવા લાગી ગયા હતા. કાનુન પ્રધાને કહ્યુ હતુ કે અમે તમામ ભુલો કરીએ છીએ. સાવદીની ટિકા કરવાની બાબત એટલી જોખમી નથી. મુદ્દો બનાવી શકાય તે બાબત યોગ્ય નથી.