Genre: ક્રાઈમ થ્રિલર
Director: રાજકુમાર ગુપ્તા
Plot: ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની ‘રેડ’ ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી 80ના દાયકામાં યુપીમાં બનેલી સાચી ઘટના પર આધારિત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Story- ફિલ્મ 1981માં લખનઉમાં પડેલા હાઇપ્રોફાઇલ દરોડા પર આધારીત છે, અજયનો રોલ એક ઇમાનદાર ઇન્કમટેક્ષ ઓફિસરનો છે જે લાંચ લેતો નથી.સૌરભ શુક્લા પાવરફુલ સાંસદના રોલમાં છે જે ખુબ ભ્રષ્ટ સાંસદ છે. ઇલિયાના અજયની પત્નીના રોલમાં છે. ફિલ્મની શરૂઆતમાં અજય સાંસદના ઘરે આખી ટીમ સાથે દરોડો પાડે છે ત્યાંથી ફિલ્મમાં ઉતાર ચડાવ ચાલું થાય છે. સૌરભ એટલે કે રાજાજીના ઘરે 420 કરોડ રૂપિયા બ્લેકમની હોય છે રાજાજી બચવા માટે એ઼ડીચોટીનું જોર લગાવે છે. ઇન્કમટેક્ષ ઓફિસરની પત્ની એટલે ઇલિયાના પર પણ હુમલો કરાવે છે અને પછી શું થાય છે એ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
Direction- ફિલ્મનું ડિરેક્શન ખૂબ સારુ છે પરંતું ભ્રષ્ટાચાર આધારીત આ ફિલ્મમાં અજય-ઇલિયાનાના રામેન્ટિક સેન્સ ફિટ બેસતા નથી.
Acting- અજય દેવગનની એક્ટિંગ એસ ઓલ્વેઝ દમદાર છે, સૌરભ શુક્લાએ પણ પોતાનું પાત્ર નિભાવી જાણ્યું છે, ઇલિયાનાનો રોલ મહેમાન કલાકાર જેવો છે પણ તેની પણ એક્ટિંગ સારી છે.આ સિવાય 85 વર્ષના પુષ્પા જોષીની એક્ટિંગ ફિલ્મમાં જાન રેડે છે.
Music- મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક રૂંવાડા ઉભા કરી દે તેવું છે પરંતુ ફિલ્મમાં 2 પંજાબી સોંગ છે. યુ.પી ટચ વાળી ફિલ્મમાં પંજાબી સોંગ કબાબમાં હડ્ડી જેવા લાગે છે.
ફિલ્મ જોવી કે નહી..
જો તમને અજય દેવગન ગમે છે તો તેની એક્ટિંગ માટે આ ફિલ્મ જોવી જ જોઇએ. જેમને રોમાન્ટિક અથવા એક્શન ફિલ્મ ગમતી હોય એવા લોકો માટે આ ફિલ્મ બિલકુલ નથી. ક્રાઇમ થ્રિલર પસંદ કરતા લોકોએ ચોક્કસ આ ફિલ્મ જોઇ શકાય.