જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ આજે બરોબર પાંચમી સપ્ટેમ્બરના દિવસે એક મહિનાનો ગાળો થઇ ગયો છે. ઉરીમાં ત્રાસવાદી હુમલા બાદ કલમ ૩૭૦ને હમેંશા માટે દુર કરી દેવા માટે મોદી સરકારે અંતિમ તૈયારી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ જ્યારે પુલવામાં હુમલો કરવામાં આવ્યો ત્યારે સરકાર કોઇ પણ કિંમતે આ નિર્ણય કરવા માટે કમર કસી ચુકી હતી. સાથે સાથે અંતિમ તૈયારી પણ શરૂ થઇ હતી. ઉરી હુમલાએ કલમ ૩૭૦ માટેની કબર ખોદી નાંખી હતી. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદથી એક મહિનાનો ગાળો માત્ર ઐતિહાસિક જ રહ્યો નથી બલ્કે સતત ચિંતન કરવા માટે પણ ઉપયોગી રહ્યો છે.
કાશ્મીર ખીણમાં શાંતિની વાત હોય કે પછી સરહદ પર તકેદારી રાખવાની વાત હોય આ મહિનો ખુબ એતિહાસિક રહ્યો છે. પાકિસ્તાનના નાપાક હરકત કરીને સ્થિતીને વધારે ખરાબ કરવાના લાખો પ્રયાસ થયા હોવા છતાં સ્થિતી સંપૂર્ણપણે કાબુમાં રહી છે. પાકિસ્તાનના તમામ પ્રયાસો છતાં પાકિસ્તાનના ભાડાના ત્રાસવાદીઓ સરહદ પાર કરીને ભારતમાં ઘુસી શક્યા નથી. સાથે સાથે તેના ટુકડા પર જીવતા અલગતાવાદીઓના તમામ નાપાક પ્રયાસો પણ સફળ રહ્યા નથી. અલગતાવાદીઓને આંદોલન કરીને સ્થિતી ખરાબ કરવાની કોઇ તક આપવામાં આવી નથી. સૌથી મોટી બાબત એ છે કે સામાન્ય લોકોનો ટેકો સરકાર અને તંત્રને મળી રહ્યો છે. કાશ્મીર ખીણમાં ૨૦૧૮ના દિવસે બકરી ઇદના પ્રસંગે આશરે ૨૩ ઘટનાઓ બની હતી. પરંતુ ૨૦૧૯માં એક પણ પ્રદર્શન કરવામાં આવ્યા નથી. શ્રીનગરના લાલ ચોક ખાતે હાલમાં ફેરનિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે.
જો કે આના ફેરનિર્માણની નીંવ ઉરીમાં ત્રાસવાદી હુમલાની સાથે પડી ગઇ હતી. ઉરીના એ સ્થળ પર કલમ ૩૭૦ને નાબુદ કરવાની નીદ પડી હતી જ્યાં ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો. અહીં ૧૮મી સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે સવારે સાઢા પાંચ વાગ્યે ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. જેશના ત્રાસવાદીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. ચાર ત્રાસવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના કેમ્પમાં ઘુસીને માત્ર ત્રણ મિનિટના ગાળામાં જ ૧૭ ગ્રેનેડ ઝીંકી દીધા હતા. જેના કારણે ૧૭ જવાનોના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા હતા. આના કારણે દેશ હચમચી ઉઠ્યુ હતુ. મોટી સંખ્યામાં જવાન ઘાયલ પણ થયા હતા. બે જવાનોના મોત હોસ્પિટલમાં લઇ જતી વેળા થઇ ગયા હતા. સૈનિકોના ટેન્ટમાં આગ લગાવી દેવામાં આવી હતી. જેથી સમગ્ર કેમ્પમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. ભારતીય જવાનોએ આખરે મોરચા સંભાળી લીધા હતા અને છ કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ ચારે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
૧૭મી સપ્ટેમ્બરના દિવસે હાજીપીરની પાસેથી ઘુસણખોરી કરીનમે સુખઘર ગામમાં છુપાયેલા ત્રાસવાદીઓએ બે દશકમાં સૌથી ભીષણ હુમલાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ૨૯મી સપ્ટેમ્બરના દિવસે જે થયુ તે દુનિયાના દેશોએ પણ જાયુ હતુ. ભારતીય જવાનોએ પાકિસ્તાનના નાપાક હુમલાને નિષ્ફળ કરવા માટે નાપાક પડોશીના ટુકડા પર જીવતા ત્રાસવાદીઓના ઘરમાં ઘુસીને મારા હતા. અહીંથી જ ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓ સામે કઠોર રણનિતી પર કામ શરૂ થયુ હતુ. એટલે કે કલમ ૩૭૦ને નાબુદ કરવાની દિશામાં અહીંથી પહેલ થઇ ગઇ હતી. કામ કરવાની નીતિ એટલી પાકી બની કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ વખત જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હતા. કારણ કે કાશ્મીરને લઇને તમામ સ્તર પર વાતચીત થઇ રહી હતી. આમાં કલમ ૩૭૦ને નાબુદ કરવાની બાબત પણ વિચારણા શરૂ કરવામાં આવી હતી. તેને દુર કરવાથી લાભ નુકસાનની વાત થવા લાગી ગઇ હતી. તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને આ ગાળામાં તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ૧૪મી ફેબ્રુઆરી ૨૦૮ના દિવસે બરોરે ૩-૧૫ વાગે સીઆરપીએફના ૭૮ ગાડીઓના કાફલાને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓએ ફરી હુમલો કર્યો હતો.
આ કાફલામાં એક સાથે ૨૫૦૦ જવાનો કાશ્મીર જઇ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના હાઇવે પર આ વુલ્ફ લોન હુમલામાં ૧૬ રાજ્યોના ૪૦ સીઆરપીએફ જવાન શહીદ થઇ જતા દેશમા આક્રોશનુ મોજુ ફરી વળ્યુ હતુ. આ વખતે પણ એ જ જેશેનો હાથ નિકળ્યો હતો જે જેશે ઉરી હુમલાને અંજામ આપ્યો હતો. ચૂંટણી ગરમી વચ્ચે દેશમાં સુરક્ષાને લઇને પ્રશ્નો થવા લાગી ગયા હતા. સીઆરપીએફે પણ ઉદ્ધેશ્ય વાક્યો લખ્યા ન ભુલેંગે ન માફ કરેગે અને કહેવા મુજબ માફ કર્યા પણ નહીં. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ખતરનાક ઇરાદા સાથે તૈયારી કરી રહેલા જેશના ત્રાસવાદીઓના અડ્ડા પર સ્પાઇસ બોંબ ઝીંકયા હતા. ચૂંટણી વર્ષમાં કરવામાં આવેલા આ હુમલાના કારણે કલમ ૩૭૦ની નાબુદીનો તખ્તો પણ ગોઠવાઇ ગયો હતો. લોકસભા ચૂંટણીમાં મોદીની ફરી એકવાર જીત થઇ. લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આ વખતે મોદીએ કેન્દ્રિય ગૃહ પ્રધાન બદલી નાંખ્યા. પોતાના ખાસ વ્યક્તિ અમિત શાહને આ જવાબદારી સોંપી દીધી.
અમિત શાહે ગૃહ પ્રધાન બનતાની સાથે જ કાશ્મીરને સર્વોચ્ચ પ્રાથમિકતામાં રાખીને આગેકુચ કરવાની શરૂઆત કરી દીધી. તમામ આંતરિક તૈયારી કરી લેવામાં આવ્યા બાદ પાંચમી ઓગષ્ટના દિવસે રાજ્યસભામાં ઐતિહાસિક બિલ રજૂ કરવામાં આવ્યુ હતુ. આમાં જમ્મુ કાશ્મીર અને લડાખને બે ભાગમાં વિભાજિત કરવા માટેનુ બિલ પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આની સાથે જ કાશ્મીરને દેશના મુખ્યપ્રવાહ સાથે જોડી દેવામાં આવ્યુ હતુ.