વર્તમાન રાજનીતિના દોરમાં બેદાગ રહેવાની બાબત પણ હવે પડકારરૂપ બની ગઇ છે. જે રીતે હાલમાં તમામ મામલા સપાટી પર આવી રહ્યા છે તે જોતા આ બાબતને સરળ રીતે કહી શકાયછે. ઉભરી રહેલા નવા રાષ્ટ્રવાદના યુગમાં કાજળરૂપી રાજનીતિમાં બેદાગ રહેવાની બાબત સૌથી મોટી બાબત છે. આજકાલ કોઇ પણ વ્યક્તિ જો બંને આંખ બંધ કરીને જે પણ રાજનેતા પર આંગળી કરી નાંખે તે નેતા પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઇને કોઇ આરોપોનો સામનો કરી રહેલા નજરે પડશે. તાજેતરમાં જ પૂર્વ સમયના વકીલ, પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા પી. ચિદમ્બરમ ભ્રષ્ટાચારના મામલે સીબીઆઇની કસ્ટડીમાં છે. તેમના સીબીઆઇની કસ્ટડીમાં હોવાનો અર્થ છે કે સમગ્ર બંધારણીય વ્યવસ્થા સાથે પ્રશ્ન થાય છે.
ચિદમ્બરમે સમગ્ર બંધારણને પ્રશ્નોની જાળમાં મુકી દીધુ છે. આ પ્રકારના ભ્રષ્ટાચારના આરોપો માત્ર ચિદમ્બરમ પર જ લાગ્યા નથી. વિતેલા વર્ષોમાં હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભુપિન્દર સિંહ હુડા અને દેશના દિગ્ગજ નેતાઓમાં સામેલ રહેલા એનસીપીના નેતા શરદ રાવ પવાર, તેમજ મહારાષ્ટ્રના શક્તિશાળી નેતા રાજ ઠાકરે , શરદ પવારના નજીકના સાથી પ્રફુલ્લ પટેલ તેમજ પક્ષ અને વિપક્ષના તમામ નેતાઓ પર ગંભીર આરોપો થઇ રહ્યા છે. આ તમામ પર ભ્રષ્ટાચારના આરોપો નક્કી છે.
જો આ બાબતને અન્ય રીતે જોવામાં આવે તો સીબીઆઇ અને ઇડી દ્વારા સત્તા પક્ષના નેતાઓની તુલનામાં વિપક્ષ તરફ કાર્યવાહી કરવાનો પ્રવાહ વધારે જોવા મળે છે. વિપક્ષ તરફથી અવાજ ઉઠાવનાર નેતાઓ સામે તપાસ સંસ્થાઓનુ વલણ સત્તા પક્ષના નેતાઓ કરતા વધારે રહે છે. જેના કારણે મોટા ભાગના ભ્રષ્ટ નેતા સત્તા પક્ષની સાથે મળી જાય છે અને પોતાને બચાવી લેવા માટેના પ્રયાસો કરતા રહે છે. આ પરંપરા આજની નથી. ખુબ જુની પરંપરા આ રહેલી છે. કેટલાક તો એવા નેતા પણ મળી જશે જે નેતા સત્તામાં જે હોય છે તેમની સાથે રહે છે. આ યાદી પણ ખુબ મોટી રહેલી છે. વિપક્ષી દળના ભ્રષ્ટ નેતા આધુનિક સમયમાં સત્તા પક્ષની સાથે આવીને સુકુનની રાહતનો અનુભવ કરે છે. જેના કારણે સત્તા પક્ષને લઇને કેટલાક પ્રશ્નો થતા રહે છે. ઉપરોક્ત શંકાના ભયથી કેટલાક સજગ અને સાવધાન નેતા પણ પોતાના અવાજને બુલન્દ કરી શકતા નથી.
જેનો દાખલો કેરળના આઇએએસ અધિકારી છે. જે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી ચુક્યા છે. હાલના સમયમાં રાજનીતિમાં દાગદાર હોવાના પણ કેટલાક કારણ છે. વર્તમાન સમયમાં સંસદમાં ક્રિમિનલ સાંસદોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સત્ર ૨૦૧૪માં આશરે ૨૪ ટકા સાંસદ ક્રિમિનલ તરીકે હતા. જ્યારે વર્ષ ૨૦૧૯માં વધીને આ સંખ્યા ૪૦ ટકા સુધી પહોંચી ગઇ છે. સ્સંસદમાં આશરે ૧૪૬ સાંસદોએ પોતાની એફિડેવિટમાં પોતાના પર આરોપો હોવાની કબુલાત કરી છે. જેના કારણે કહી શકાય છે કે સંસદમાં દરેક બીજા સાંસદ ક્રિમિનલ તરીકે છે. જ્યારે અમારા કાનુનને જ સુધારનાર વ્યક્તિ અપરાધિક રેકોર્ડવાળા હોય છે ત્યારે કોઇ આશા કઇ રીતે રાખી શકાય છે. આ પ્રકારના પ્રતિનિધીઓ દ્વારા કઇ રીતે ન્યાય મળી શકે છે.
વિચારણા કરવા લાયક વાસ્તવિકતા એ છે કે આરોપ ધરાવતા સાંસદોને સંસદમાં પહોંચાડી દેવાની ભૂમિકા મોટા ભાગે પ્રજાની રહેલી છે. લોકશાહીમાં જ્યારે અપરાધી લોકોનુ સમર્થન મેળવી લેવામાં સફળ થઇ જાય છે ત્યારે કેટલીક કમનસીબ બાબતો સમજી શકાય છે. ભવિષ્યમાં પણ જો પ્રજા આવા અપરાધી રેકોર્ડ ધરાવતા સાંસદો અને ધારાસભ્યોની પસંદગી કરશે તો આનાથી વધારે કમનસીબ બાબત કોઇ હશે નહીં. નેતા ક્યારેય કોઇ કોઇ કારખાનામાં જન્મ લેતા નથી. તેઓ સમાજમાં રહીને ત્યાંની કુરિતી અને અપરાધને સહન કરીને મજબુત બને છે. રાજનિતીમાં અપરાધિકરણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં આની અસર દેખાઇ રહી નથી. ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતની વારંવાર નોંધ લીધી હોવા છતાં તેની કોઇ અસર ક્યારેય થઇ નથી.