ચીન અને જાપાન બંને પાંચ દ્ધિપને લઇને દાવા કરતા રહ્યા છે. પાંચ દ્ધિપ પર બંનેના દાવા છે. જો કે તેમના દાવાને લઇને નિષ્ણાંતો હમેંશા જુદા જુદા અભિપ્રાય આપતા રહ્યા છે. જાપાન દ્વારા નિયંત્રિત પાંચ નાના દ્ધિપ પર જાપાનના માલિકી અધિકારને લઇને કેટલાક પ્રશ્નો ચીન દ્વારા ઉઠાવવામાં આવે છે. જાપાન જે પાંચ નાના દ્ધિપ પર પોતાના હક દર્શાવે છે તેમાં મિયાકો, અમામી, ઓશિમો, યોનાગુની અને ઇશિકાકીનો સમાવેશ થાય છે. તેમને જાપાનમાં સેનકાકુ કહેવામાં આવે છે.
જ્યારે ચીન તેના પર પોતાના દાવા પણ કરે છે. જેને તે દિયાઓયુ કહે છે. હાલના વર્ષોમાં આ દ્ધિપ પર સંઘર્ષમાં વધારો થયો છે. કારણ કે ચીને પોતાના દરિયાઇ દાવાને આક્રમકતા સાથે લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. વર્ષ ૨૦૧૨ બાદથી તેમની વચ્ચે ખેંચતાણમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૨માં જાપાને તેમાંથી ત્રણને તેમના માલિક પાસેથી ખરીદી લીધા હતા. ચીને વર્ષ ૨૦૧૩માં આના પર પોતાના અધિકારક્ષેત્ર હોવાના દાવા કર્યા હતા. ચીન વિવાસ્પદ દિયાઓયુ દ્ધિપ પર વર્ષોથી પોતાના અધિકારની વાત કરે છે. તેનો આક્ષેપ છે કે વર્ષ ૧૮૯૫માં જાપાને આ દ્ધિપ આંચકી લેવામાં સફળતા મેળવી હતી.
ચીનના લોકો વિસ્તારવાદી નિતીને લઇને રદિયો આપે છે. જો કે ચીનના વલણથી દુનિયાના દેશો વાકેફ રહ્યા છે. જાપાન પોતે પણ સાવધાન છે. જેથી તે કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. ચીન દક્ષિણ ચીન દરિયાને લઇને પણ આવી જ નીતિ અપનાવે છે. જે તમામ દેશો માટે હેરાન કરનાર નીતિ તરીકે છે. જ્યાં જુદા જુદા વિવાદાસ્પદ સ્થળ પર કૃત્રિમ દ્ધિપનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.