લોકસભાની ચૂંટણીમાં ભાજપના હાથે પડકારનો સામનો કરવામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સામે આવનાર સમય મુશ્કેલભરેલો રહી શકે છે. લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યા બાદ હવે મમતાને હંફાવવા માટે ભાજપ તૈયાર છે. જુદા જુદા મુદ્દા પર વધારે આક્રમક રીતે વધવા માટે મોદી સરકાર-૨ તૈયાર છે. જેમાં ભ્રષ્ટાચાર સામેલ છે. મમતાની સામે પશ્ચિમ બંગાળના એક વખતે પર્યાય બની ચુકેલા ડાબેરી પક્ષો તો પોતાના અસ્તિત્વને બચાવવા માટેની લડાઇ લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાઇ ગઇ. તૃણમુળ કોંગ્રેસ પાર્ટી પર રાજ્યના ગ્રામીણ લોકોએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામ પંચાયતની આશરે ૬૭ ટકા , પંચાયતી સમિતીની આશરે ૮૩ ટકા અને જિલ્લા પરિષદની ૯૭ ટકા સીટો પાર્ટીએ જીતી લીધી હતી. જો કે ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં મમતાને ભારે ફટકો પડ્યો હતો.
ભાજપે તેના ગઢમાં જોરદાર ગાબડા પાડી દીધા હતા. લોકસભાની ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યમાં પણ પોતાની સરકાર બનાવવા માટે અને મમતાને ફેંકી દેવાની આક્રમક નિતી પર કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપે વિકલ્પ તરીકે ઉભરી આવવામાં સફળતા મેળવી લીધી છે. ભાજપે આ વખતે તેની સ્થિતી વધારે મજબુત કરી લીધી છે. વર્ષ ૧૯૯૭માં કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધા બાદ તૃણમુળ કોંગ્રેસની રચના કરવામાં આવ્યા બાદ મમતા બેનર્જીએ બે દશકમાં પાર્ટીની સ્થિતી બંગાળમાં અતિ મજબુત બનાવી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદુ વચ્ચે મમતાની હાલત હવે ખરાબ થઇ રહી છે.
શારદા ચિટ ફંડ કોંભાડના આરોપો અને અધિકારીઓને બચાવી લેવા માટે તેમના ધરણા પ્રદર્શનના લીધે મમતાની હાલત ખરાબ થઇ રહી છે. તેમની પ્રતિષ્ઠાને ફટકો પડી રહ્યો છે. ભાજપને આજના દોરમાં પણ ખુબ મહેનત કરવાની ફરજ પડી રહી છે. તેને દિન રાત પરસેવો વહેડાવવાની ફરજ પડી રહી છે. મમતા બેનર્જીના કારણે જ ભાજપને પશ્ચિમ બંગાળમાં વધારે હેરાનગતિનો સામનો કરવાની ફરજ પહેલા પંચાયતી ચૂંટણી અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં પડી હતી. મોદી અને અમિત શાહની હાજરીમા મમતા બેનર્જીને હવે તેમની સરકાર બચાવવા માટેની બાબત ભારે પડી શકે છે.
લોકસભાની ચૂંટણી પહેલા મોદીને વડાપ્રધાન માનવાનો ઇન્કાર કરી દઇને વિવાદ જગાવનાર મમતાને હવે મોદીને જ વડાપ્રધાન તરીકે સ્વીકાર કરીને આગળ વધવાની ફરજ પડશે. બંગાળમાં હવે મમતાને વધારે ભીંસમાં લેવા માટે ભારતીય જનતા પાર્ટીના અનેક ટોપના નેતાઓ લાગેલા છે. સંગઠનને ચૂંટણી પહેલા વધુને વધુ મજબુત કરવા અને મમતા બેનર્જીની પાર્ટીમાં ખળભળાટ મચાવવા માટે તૈયાર છે. મમતા સામે ભાજપ એક મોટા પડકાર તરીકે છે. શારદા ચીટ ફંડના મામલામાં મમતાએ જે રીતે સીબીઆઇ અધિકારીઓને લઇને અયોગ્ય વર્તન અપનાવ્યુ હતુ તેના કારણે દેશના લોકોમાં પણ તેમની છાપ વધારે ખરાબ થઇ ગઇ છે.