મુંબઇ : શાહિદ કપુર અને મીરા રાજપુત ટુંક સમયમાં જ પોતાના નવા અને મોટા આવાસમાં શિફ્ટ થનાર છે. પરિવાર વધી જવાના કારણે બંને નવા આવાસમાં રહેવા જઇ રહ્યા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામા આવે તો વર્લી સ્થિતી પોતાના આ નવા આવાસમાં તે પરિવારની સાથે આ વર્ષના અંત સુધી શિફ્ટ થઇ શકે છે. એમ કહેવામાં આવે છે કે આ નવા આવાસ ૮૬૨૫ સ્કેયર ફુટમાં છે. આ ડ્યુપ્લેક્સ એપાર્ટમેન્ટ તરીકે છે.
અહીં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને અન્ય સેલિબ્રિટી પહેલાથી જ રહે છે. હાલમાં શાહિદ કપુર પોતાના પરિવાની સાથે જુનુના સી પેસિંગ એપાર્ટમેન્ટમાં રહે છે. એમ માનવામાં આવે છે કે જ્યારથી મીરા ફરી માતા બનનાર છે તે અહેવાલ આવ્યા બાદ શાહિદ મોટા અને નવા મકાનની શોધમાં રહ્યા છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ફ્લેટ શાહિદ કપુરે ૫૬ કરોડ રૂપિયામાં ખરીદીને હવે તેમાં પોતાની રીતે કામ શરૂ કરાયુ છે. ૨.૯૧ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ શાહિદ કપુરે ભરી દીધી છે.
એમ માનવામાં આવી રહ્યુ છે કે આ આવાસ શાહિદે પોતાના અને પોતાની પત્નિની સંયુક્ત નામે ખરીદ લેવામાં સફળતા મેળવી છે. એમ માનવામાં આવે છે કે શાહિદ એવા આવાસની ખરીદી કરવા માટે ઇચ્છુક હતો જ્યાંથી દરિયાને સીધી રીતે જાઇ શકાય. સાથે સાથે જેમાં ૫૦૦ સ્કવાયેર ફુટની બાલ્કની હોય. હવે તેની પસંદગીના આવાસની શોધ પૂર્ણ થઇ ગઇ છે. સુત્રોના કહેવા મુજબ દિપિકા અને રણવીર સિંહ પણ તેમના આવાસની બિલકુલ નજીક છે. બીજી બાજુ યુવરાજ સિંહ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પણ નજીકમાં જ રહે છે.