શ્રીનગર : જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સ્થિતી હજુ સુધી સામાન્ય દેખાઇ રહી નથી. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હવે ધીમે ધીમે રાજ્યમાં લાગુ કરવામાં આવેલા અંકુશોને હળવા કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં હાલમાં એવા નેતાઓને પણ મુક્ત કરવામાં આવનાર છે જે નેતાઓ નજરકેદમાં રહેલા છે. આ માહિતી એક સરકારી અધિકારી દ્વારા આપવામાં આવી છે.
જો કે હજુ સ્થિતીને સામાન્ય કરવામાં વધારે સમય લાગી શકે છે. ખીણમાં રહેલી વર્તમાન જમીની સ્થિતીને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. હાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તિને નજર કેદમાં રાખવામાં આવેલા છે. અધિકારીએ કહ્યુ છે કે જેમ જેમ સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે પ્રતિબંધ ઢીલા કરવામાં આવ્યા છે.ફ્રી મુવમેન્ટથી શરૂ કરવામાં આવ્યા બાદ સ્થાનિક વહીવટીતંત્ર દુકાનો અને ઓફિસો ખોલવાની મંજુરી આપી દીધી છે. સ્કુલો અને સરકારી ઓફિસ ખુલી ગઇ છે. સ્કુલો અને સરકારી ઓફિસ ખુલી ગયા બાદ સ્થિતી સામાન્ય બની રહી છે.
મોટા ભાગે લેન્ડલાઇન ફોન સેવા શરૂ કરવામાં આવી છે. કુપવાડા અને હન્દવારા જિલ્લામાં મોબાઇલ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમ જેમ સ્થિતીમાં સુધારો થશે તેમ તેમ સ્થાનિક રાજકીય નેતાઓની કસ્ટડીને ખતમ કરી દેવામાં આવનાર છે. જેમ જેમ સ્થિતીમાં સુધારો થશે તેમ અનેક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવનાર છે. કેન્દ્ર કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે ઇચ્છુક નથી. કેન્દ્ર સરકાર કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે. જો કે સ્થિતી હજુ સામાન્ય બની રહી નથી.