ઇન્ટરનેટના આ યુગમાં કોઇ પણ વ્યક્તિ સોશિયલ મિડિયાથી દુર રહી શકે તેમ નથી. સોશિયલ મિડિયા એટલી જરૂરી ચીજ બની ગઇ છે કે તેના વગર કોઇને ચાલે તેમ નથી. જેથી સોશિયલ મિડિયાને લઇને સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે માત્ર એક ક્લીક આપના સંબંધોને ખતમ કરી શકે છે. સોશિયલ મિડિયા એક પ્રકારથી બે ધારી તલવાર તરીકે છે. તેનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવે કે પછી અન્ય રચનાત્મક રીતે કરવામાં આવે તે બાબત માત્ર સોશિયલ મિડિયાનો ઉપયોગ કરનાર વ્યક્તિ પર આધારિત રહે છે. જેથી સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે.
આધુનિક સમયમાં હવે અમે નાની નાની ચીજોને સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવા માટે ટેવાઇ ગયા છીએ. સમગ્ર દુનિયાની સાથે કનેક્ટ રહેવાના એક સરળ માધ્યમ તરીકે છે. જો કે જરૂર કરતા વધારે ઉપયોગ સોશિયલ મિડિયાનો જે લોકો કરે છે કે તેમના માટે કેટલીક સમસ્યા પણ આવી જાય છે. સોશિયલ મિડિયા પર વધારે સમય પસાર કરવાની બાબત ઘાતક બની શકે છે. જ્યારે તમે પોતાના સંબંધની તમામ નાની નાની બાબતોને પોસ્ટ કરવ લાગી જાવો છો ત્યારે સંબંધો આડે તકલીફ આવવાની શરૂઆત થઇ જાય છે. જેથી કોઇ પણ નાની બાબતને પોસ્ટ કરતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. લોકો સામાન્ય રીતે પોતાના સાથીની સાથે ફોટો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરે છે.
આવુ કરતા પહેલા એક વખત જીવન સાથીની સાથે એક વખત વાતચીત ચોક્કસપણે કરવી જોઇએ. તેના અભિપ્રયા પણ લેવા જોઇએ. એવુ શક્ય બને છે કે જે પોસ્ટ તમને સરળ અને સહજ લાગે છે તે તમારા જીવનસાથીને પસંદ ન પડે. કેટલાક લોકોને પોતાની પ્રાઇવેસીમાં અન્ય લોકોની દરમિયાનગીરી પસંદ પડતી નથી. કેટલી મહિલાઓ તો પોતાના સાથીની વચ્ચેની બાબતોને પણ સોશિયલ મિડિયામાં શેયર કરવામાં પાછળ રહેતી નથી. આપને કદાચ આ બાબતનુ ધ્યાન ન હોય પરંતુ આ પ્રકારના નાનકડા પોસ્ટ આપને વધારે મુશ્કેલીમાં મુકી શકે છે. સાથે સાથે આવા નાના નાના પોસ્ટ આપના જીવનસાથીને મુશ્કેલીમાં મુકી શકે છે. તેને ઠેસ પહોંચાડી શકે છે. જેથી પરિણિત જીવનથી લઇને મિત્રોની વચ્ચે રિલેશનશીપને લઇને ક્યારેય પણ આ પ્રકારના મંચનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ઇન્ટરનેટ કોઇની પણ ટેવ બનવી જોઇએ નહીં.
કેટલીક મહિલાઓ આ હદ સુધી સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે કે જ્યાં ક્યાં પણ હોય ત્યાં થોડી થોડીક વારમાં પોતાના ફોન ચેક કરે છે. અથવા તો કોઇ પોસ્ટ કરે છે. જેથી કોઇ ચીજ પોસ્ટ કરવામાં આવ્યા બાદ તેના મનમાં એવી ભાવના રહે છેકે આને પસંદ કરનાર લોકોની સંખ્યા કઇ રીતે વધી રહી છે. તેના પોસ્ટને કેટલા લોકો જોઇ ચુક્યા છે અને કેટલા લોકો દ્વારા લાઇક કરવામાં આવ્યા છે તેને લઇને કમેન્ટ જોવા માટે ઉત્સુક હોય છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના સાથીપર નજર રાખવા માટે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરે છે. પોતાના સાથી દ્વારા કરવામાં આવેલા પોસ્ટ, કમેન્ટ અને લાઇક પર નજર નાખે છે.
આવી સ્થિતીમાં જો પત્નિ પોતાના પતિને આ પ્રકરાના સવાલ કરશે તો સ્વાભાવિક છે કે કોઇ પણ વ્યક્તિને આ બાબત તો પસદ પડશે નહીં. જેથી નિષ્ણાંત લોકો કહે છે કે સોશિયલ મિડિયાનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે. સાથે સાથે એક ક્લીક પોતાની લાઇફને અને પોતાના સંબંધને ખતમ ન કરી દે તે બાબત પર હમેશા ધ્યાન રાખવાની સલાહ નિષ્ણાંતો આપે છે. સોશિયલ મિડિયાનો ઉપયોગ નારાજગીમાં ઉતાવળમાં કોઇ પગલા લેવા તરફ દોરી ન જાય તે માટે પણ સંયમ રાખવાની જરૂર હોય છે. આ તમામ પાસા પર ધ્યાન રાખીને સોશિયલ મિડિયાનો મર્યાદિત ઉપયોગ વધારે અસરકારક રહે છે. ઇન્ટરનેટ કોઇ પણ રીતે ટેવ ન બની જાય માટે પ્રયાસ કરવા જોઇએ. ખાનગી બાબતોને ખાનગી રાખવામાં આવે તે જરૂરી છે. કારણ કે સોશિયલ મિડિયા નેટવર્ક ખુબ વિશાળ હોવાથી નુકસાન થવાની શક્યતા વધારે રહેલી છે. સોશિયલ મિડિયા ચોકક્સ પણે બે ધારી તલવા તરીકે છે. મહિલા અને પુરૂષોની સાથે સાથે બાળકોને પણ સોશિયલ મિડિયાનો ઉપયોગ મર્યાદિત કરવાની સલાહ તમામ વાલીઓ આપે તે જરૂરી છે. કારણ કે તેના પર અનેક પ્રકારની સામગ્રી ઉપલબ્ધ રહેલી છે.