કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પડોશી દેશ પાકિસ્તાન ભારે પરેશાન દેખાઇ રહ્યુ છે. તેના દ્વારા એક પછી કૃત્યો કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને દરમિયાનગીરી કરવા માટે વિશ્વના સમુદાય સમક્ષ રજૂઆત કરી હતી. જો કે આ મોરચા પર તેને મોટી પીછેહટ સાંપડી છે. કોઇ દેશ પાકિસ્તાનને સાથ આપવા માટે તૈયાર નથી. ભારતની સાથે તમામ દેશો દેખાઇ રહ્યા છે. છેલ્લે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો આંતરિક મામલો હોવાની વાત કરીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે.
હવે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનથી લઇને તેમના પ્રધાનો સુધી પરમાણુ હુમલાની વાત કરી રહ્યા છે. ભારતે પણ પાકિસ્તાનની આ વારંવારની ધમકીને ફગાવી દીધી છે. ભારતે પણ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવાની નીતિને બદલી શકે છે. પરંતુ જો હકીકતમાં પરમાણુ યુદ્ધ થશે તો શુ થશે તેને લઇને નિષ્ણાંતોમાં ભારે ચર્ચા છેડાઇ ગઇ છે. નિષ્ણાંતો કહે છે કે જો બંને દેશો એકબીજા પર પરમાણુ હુમલા કરે છે તો ભારે નુકસાન થઇ શકે છે. આગના કારણે ૦.૭૯ કિલોમીટર સુધી તમામ ચીજા બળીને ખાખ થઇ શકે છે. એરબ્લાસ્ટ-૧ના કારણે ૩.૨૧ કિલોમીટર સુધી આંચકાનો અનુભવ થઇ શકે છે. ૧૦.૫ કિલોમીટર સુધી રેડિએશન ફેલાઇ જશે. ૫૦-૯૦ ટકા લોકો પ્રભાવમાં આવી જશે. એરબ્લાસ્ટ-૨માં ૧૪.૨ કિલોમીટર સુધી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ જશે. ૪૭.૯ કિલોમીટર સુધી ર્લમ રેડિએશનની અસર રહી શકે છે. એરબ્લાસ્ટ-૩ બાદ ૯૩.૭ કિલોમીટર સુધીના વિસ્તારમાં બારીઓ તુટી જશે. ૧૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં ભારે તબાહી થઇ શકે છે. વાસ્તવિકતા તો એ છે કે આ પ્રકારના હુમલા કોઇ પણ દેશના હિતમાં નથી.
જો બંને દેશ એકબીજા પર ૧૦૦ કિલોટનના પરમાણુ બોંબ ઝીકી દે છે તો તેની અસર એ થશે કે ૧૦૦ કિલોમીટર સુધી તો બારીના કાચ પણ તુટી જશે. દુનિયામાં હજુ સુધી જાપાનના હિરોસીમા અને નાકાસાકી પર બે પરમાણુ હુમલાની અસર જ જાઇ છે. તેમની ભયાનકતા કેટલી હતી તેની અસર આજે પણ જાઇ શકાય છે. ખાસ બાબત એ છે કે એ વખતે ઝીકવામાં આવેલા બોંબ ઓછી ક્ષમતાવાળા હતા. હિરોસીમાં પણ ઝીંકવામાં આવેલો બોંબ ૧૫ કિલોટનની ક્ષમતામાં હતો. જ્યારે નાગાસાકી પર ઝીંકવામાં આવેલો બોંબ ૨૦ કિલોટનની ક્ષમતામાં હતો. આજે દુનિયામાં અનેક ગણી વધારે ક્ષમતાવાળા બોંબ છે.
આવી સ્થિતીમાં માત્ર કલ્પના પણ પરમાણુ યુદ્ધની ક્ષમતાને લઇને પરેશાન કરી શકે છે. ભારત અને પાકિસ્તાનની પાસે હથિયારો લઇ જવા માટે મિસાઇલો રહેલી છે. ખાસ બાબત એ છે કે બંને દેશો એકબીજાના તમામ ક્ષેત્રો સુધી ત્રાટકી શકે તેવા હથિયારો વિકસિત કરી ચુક્યા છે. ભારતની પાસે તો ૫૦૦૦ કિલોમીટરની રેંજ ધરાવતી મિસાઇલ છે. જે પાકિસ્તાનની બહાર પણ હુમલા કરવામાં સક્ષમ છે. પાકિસ્તાનની પાસે પણ પરમાણુ હથિયારો લઇને ત્રાટકી શકે તે પ્રકારની ઘાતક મિસાઇલો છે. જે ૨૭૫૦ કિલોમીટર સુધી ત્રાટકવામાં સક્ષમછે.
વૈશ્વિક સમુદાય પરમાણુ હથિયારોને લઇને ચિંતાતુર છે. જેથી આવા હથિયારોની સંખ્યા તો ઘટાડી દેવામાં આવી રહી છે પરંતુખતરો અકબંધ રહ્યો છે. બિલેટિન ઓફ ધ એટોમિક સાઇનટિસ્ટના ડેટા દર્શાવે છે કે વર્ષ ૧૯૮૬ બાદથી લગભગ દર વર્ષે વૈશ્વિક પરમાણુ હથિયારોનો જથ્થો ઘટી રહ્યો છે. પરંતુ ફેડરેશન ઓફ અમેરિકન સાયનટિસ્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૧૯૯૦ના દશકની તુલનામાં હાલના દિવસોમાં પરમાણુ હથિયારોને ઘટાડી દેવાની ગતિખુબ ધીમી થઇ ગઇ છે. છતાં કોલ્ડ વોર બાદ પરમાણુ હથિયારોની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.