૫૬ ટકાથી વધારે લોકો હાલમાં સરકારની આર્થિક નીતિઓથી બિલકુલ સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. હાલમાં લેવામાં આવેલા વિવિધ પગલાના કારણે સુસ્ત પડેલી અર્થવ્યવસ્થામાં ચોક્કસપણે તેજી આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા દેશના હિતમાં જે પગલા લેવામાં આવી રહ્યા છે તેના કારણે લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે. સરકારની આર્થિક નીતિઓને લઇને પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મોટા ભાગના લોકોએ કહ્યુ છે કે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. જા કે ૪૩ ટકા લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા નથી. દેશમાં વિકાસના આંકડા યોગ્ય છે કે કેમ તે અંગે પુછવામાં આવતા મોટા ભાગના લોકો માને છે કે સરકારના વિકાસના આંકડા મોટા ભાગે વાસ્તવિક છે.
જા કે મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જે વિકાસના આંકડાને અર્થશાસ્ત્રીઓની બાજીગરી તરીકે ગણે છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સરકારને ઇમરજન્સી યોજનાઓ લાવવી જોઇએ કે કેમ તે અંગે પુછવામાં આવતા મોટા ભાગના લોકો માની છે કે સરકાર સુસ્ત પડેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે ઇમરજન્સી પગલા જાહેર કરી શકે છે. રોજગારીની તકો વધે તે માટે સરકારે ક્યાં ક્ષેત્રોમાં પગલા લેવા જાઇએ તે અંગે પુછવામાં આવતા મોટા ભાગના લોકો માની રહ્યા છે કે કૃષિ ક્ષેત્રમાં વધારે ધ્યાન આપવામાં આવે તો રોજગારીની તક વધી શકે છે. ૪૨ ટકા કરતા વધારે લોકો માની રહ્યા છે કે કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તક વધારી દેવા માટે પ્રયાસ કરવા જોઇએ. રિઝર્વ બેંક દ્વારા ઘટાડી દેવામાં આવતા વ્યાજદરનો લાભ તમામ ચોક્કસ લોકોને મળે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા મોટા ભાગના લોકો કહે છે કે રિઝર્વ બેંક દ્વારા જે રીતે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે રીતે સામાન્ય લોકોને લાભ મળતા નથી. રોજગારીના કારણે યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે કે કેમ તે અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ૮૦ ટકા કરતા વધારે લોકો ચોક્કસપણે માને છે કે બેરોજગારીના કારણે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં નારાજગી છે.
કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને હાલમાં સુસ્ત પડેલી અર્થ વ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે બુસ્ટર પેકેજની જાહેરાત કરી છે. જેના કારણે તેજી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. દેશની અર્થવ્યવસ્થા અને અને બેરોજગારીને લઇને વર્તમાન જે સ્થિતી છે તે સંબંધમાં જુદા જુદા રાજ્યોના ૧૦૬૭ લોકોને આવરી લઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યુ છે કે ૫૭ ટકા લોકો દેશની આર્થિક નીતિઓથી સંતુષ્ટ છે. જો કે આશરે ૭૦ ટકા લોકો દેશમાં બેરોજગારીની વધતી સમસ્યા માટે સરકારની નીતિઓને જવાબદાર ગણે છે. દેશમાં વધુને વધુ રોજગારીની તક સર્જાય તે દિશામાં નવી પહેલ કરવામાં આવે તે જરૂરી છે. કૃષિ ક્ષેત્રને વધુને વધુ પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર વાત કરવામાં આવી રહી છે. મોદી સરકાર દેશની અર્થવ્યવસ્થાને મુળથી મજબુત કરવાની દિશામાં આગળ વધી રહી છે તે બાબતને લઇને તમામ લોકો સંતુષ્ટ દેખાઇ રહ્યા છે.
વિદેશ નીતિ અને દેશની સુરક્ષાના મામલે તમામ લોકો એકમત ધરાવે છે. તેમનુ કહેવુ છે કે મોદી સરકાર દેશની સુરક્ષા અને ત્રાસવાદના મુદ્દા પર ખુબ મજબુત રીતે આગળ વધી રહી છે. તેમની નીતિઓના કારણે કાશ્મીર સુધી ત્રાસવાદીઓ મર્યાદિત થયા છે. કાશ્મીરમાં પણ ત્રાસવાદી કૃત્યો છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યા નથી. કલમ ૩૭૦ની નાબુદને ઘણા દિવસ થઇ ગયા છે. કઠોર નિયંત્રણો અને વિવિધ પગલાના કારણે તોફાની તત્વોની ગતિવિધી પર બ્રેક મુકવામાં સરકાર સફળ સાબિત થઇ રહી છે. જે દેશના વ્યાપક હિતમાં છે. કાશ્મીરમાં વિકાસની ગતિવિધીને પ્રોત્સાહન આપવા માટેની તૈયારી પણ સરકાર કરી ચુકી છે. આના કારણે રાજ્યના યુવાનોમાં પણ આત્મવિશ્વાસ વધી શકે છે. રાજ્યના હિતમાં જુદા જુદા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી રહી છે. મોદી સરકાર કાશ્મીરના મુદ્દા પર પણ ખુબ સ્પષ્ટ વલણ સાથે આગળ વધી રહી છે. મોદી દુરદર્શી નેતા હોવાની સાબિતી તો તેઓ પહેલાથી જ આપી ચુક્યા છે. કારણ કે હવે તેમની કેટલીક યોજનાની પ્રશંસા તો વિરોધીઓ પણ કરવા લાગી ગયા છે.