વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓની કમર તોડી નાંખવા માટેના તમામ પ્રયાસ કરી રહી છે પરંતુ તેમની તાકાત સંપૂર્ણપણે ખતમ થઇ નથી. આના માટે કેટલાક કારણ રહેલા છે. તેમના નેટવર્કને તોડી પાડવા માટેના તમામ પ્રયાસ મોદી સરકાર-૨ હજુ પણ કરી રહી છે. તમામ પ્રકારના પ્રયાસો છતાં તેમની પાસે હથિયારો પહોંચી રહ્યા છે. તેમની સામે હવે આક્રમક નીતિ અમલી કરવામાં આવી છે. જેની અસર દેખાઇ રહી છે.
નક્સલવાદી ગ્રસ્ત વિસ્તારોમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેમની તાકાતને ઓછી ગણીને ઉદાસીનતા ખતરનાક સાબિત થઇ શકે છે. છત્તિસગઢમાં થોડાક સમય પહેલા બારુગી સુરંગ વિસ્ફોટ મારફતે માઓવાદીઓએ સનસનાટી મચાવી દીધી હતી. માઓવાદીઓએ તેમની તાકાત પુરવાર કરી હતી. માઓવાદીઓએ સુરંગ બ્લાસ્ટ કરીને ભારતીય સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડી દીધુ હતુ. આ સુનિયોજિત હુમલાથી ફરી એકવાર સાબિતી મળે છે કે નક્સલવાદઓમાં કોઇ પણ ભય નથી. સાથે સાથે આ બાબત પણ સાબિત થઇ ગઇ છે કે નક્સલવાદીઓ પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં જ્યારે ઇચ્છા થાય ત્યારે મોટા હુમલાને અંજામ આપી શકે છે. હકીકતમાં નક્સલવાદીઓએ પણ દેશના એક મોટા હિસ્સામાં પોતાનુ નેટવર્ક જમાવી લીધુ છે.
જે પશુપતિ નેપાળથી તિરુપતિ (આંધ્રપ્રદેશ) સુધી જાય છે. આ સમગ્ર ક્ષેત્રમાં માઓવાદી નેટવર્ક ફેલાયેલુ છે. નેપાળથી ઝારખંડ, બિહાર, ઓરિસ્સા, છત્તિસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના એક મોટા વિસ્તારમાં હવે માઓવાદી અથવા તો નક્સલવાદીઓ સક્રિય થઇ ગયા છે. આ તમામ વિસ્તાર ખુબ જ ઉપયોગી વન્ય અને ખનિજ ચીજ વસ્તુઓથી ભરેલા છે. એક સામાન્ય અંદાજ મુજબ નક્સલવાદીઓનુ વાર્ષિક બજેટ આશરે ચાર હજાર કરોડ રૂપિયાનુ છે. આ જંગી નાણાં મારફતે નક્સલવાદીઓ મોટા પાયે નવા હથિયારોની ખરીદી કરે છે. વિસ્ફોટકોની ખરીદી કરી છે. આ તમામ ઘાતક હથિયારોની સાથે તે પોતાના સંગઠનનુ વિસ્તરણ કરે છે. સરકારી ગુપ્તચર તંત્રની તુલનામાં તેમનુ નેટવર્ક વધારે મજબુત હોવાની વિગત પહેલા પણ સપાટી પર આવી ચુકી છે. નક્સલવાદીઓની હિંસાની સામે તંત્ર નિસહાય દેખાય છે.
હવે તેમની સંગઠિત હિંસા રાજ્યો માટે મોટી સમસ્યા બની ચુકી છે.જો કે નક્સલવાદીઓ હવે કોઇ એક રાજ્ય સુધી મર્યાદિત રહ્યા નથી. દેશના અન્ય કેટલાક ભાગોમાં પણ તેના નેટવર્કને તેઓ ફેલાવી ચુક્યા છે. નક્સલવાદીઓને કાયદો અને વ્યવસ્થાની સાથે જોડાયેલી વ્યવસ્થામાં કોઇ રસ નથી. નક્સલવાદીઓની સમસ્યાને માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતી તરીકે ગણવાની બાબત યોગ્ય નથી. આ ત્રાસવાદી હિંસાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે દેશની સામાજિક સમરસતા, રાજકીય સ્થાયિત્વ, આર્થિક મજબુતી અને એકતા, અખંડતાની સામે ખતરા તરીકે હવે નક્સલવાદીઓ ઉભરીને સપાટી પર આવ્યા છે.જો નક્સલવાદી સમસ્યાને હવે ખતમ કરવામાં વિલંબ થશે તો મોટી સમસ્યા સર્જાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોને હવે યુદ્ધના ધોરણે પગલા લેવાનો અને આ દુષણને (આગળનું ચાલુ)ખતમ કરવાનો સમય આવી ગયો છે. નક્સલવાદી હિંસાની સમસ્યાને હાથ ધરવા માટે યોગ્ય રણનિતી તૈયાર કરવી પડશે. આ ઉપરાંત માત્ર નિતી બનાવવાથી પણ કામ ચાલશે નહી. અમલીકરણમાં જારદાર મજબુત ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે. પ્રશ્ન એ થાય છે કે આખરે ક્યાં સુધી નિર્દોષ લોકોના ખુનથી જમીન લાલ થતી રહેશે. ક્યાં સુધી અમારા જવાન એમ જ શહીદ થતા રહેશે. સરકારો પણ ક્યાં સુધી શહીદોના શવને કફનથી ઢાકતી રહેશે. જ્યારે કોઇ પણ પ્રકારની પિડા સમસ્યા બની જાય ત્યારે તેનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. તેને નેસ્તાનાબુદ કરવા માટે નીતિ બનાવવી જોઇએ. કેન્દ્ર સરકારને આક્રમક રણનિતી સાથે આગળ વધવાની જરૂર છે.
આ તમામ માહિતી દર્શાવે છે કે નક્સલવાદીઓનુ નેટવર્ક કેટલુ પાકુ રહેલુ છે. તેમની યોજનાને આ લોકો કેટલી સફળતાથી અંજામ આપી રહ્યા છે. નક્સલવાદીઓને જવાનોના મુવમેન્ટના સંબંધમાં પહેલાથી જ માહિતી મળી ગઇ હતી.