મુંબઇ : છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટર એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. આ અહેવાલને સમર્થન મળી ગયુ છે. બંને હવે ખાલી પીલી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી જોરદાર રીતે દેખાઇ રહી છે. હવે આ બાબત પાકી થઇ ગઇ છે કે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે.
ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કહ્યુ છે કે ફિલ્મના લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચાહકોમાં જોવા મળી રહી છે. ઇશાન અને અનન્યાને ફિલ્મ માટે લેવામાં આવી ચુક્યા છે. જેને જી સ્ટુડિયો અને ટાઇગર જિન્દા હે, સુલ્તાન અને ભારત જેવી ફિલ્મનુ નિર્દેશન કરનાર અલી અબ્બાસ જફર પ્રોડ્યુસ કરનાર છે. ફિલ્મનુ શુટિંગ ૧૧મી સપ્ટેમ્બરના દિવસથી શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને રજૂ કરવા માટેની તારીખ હાલમાં ૧૨મી જુન ૨૦૧૯ રાખવામાં આવી છે.
લુક જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળી રહ્યુ છે કે અનન્યા, ઇશાનની જાડી ખુબ હોટ દેખાઇ રહી છે. આ ફિલ્મ માટે ઇશાન પોતાના બોડી પર કામ કરી રહ્યો છે. જેનો અંદાજ પોસ્ટર પર દેખાઇ આવે છે. કાર્તિક આર્યનની સાથે અનન્યા પાન્ડે એક ફિલ્મમાં કામ કરી રહી છે. પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મમાં અનન્યા કામ કરી રહી છે. તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ મારફતે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ઇશાન ફિલ્મનોની પસંદગીના મામલે ખુબ પસંદગી કરીને આગળ વધે છે. પસંદગી કરીને ફિલ્મો તે સ્વીકારે છે. ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે.