જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે કદાચ મુસ્લિમ દેશો ભારતની સાથે દેખાશે નહીં અને ભારતને આ મામલે સમર્થન મળશે નહીં. જો કે આવી તમામ ગણતરી નિષ્ણાંતોની ખોટી સાબિત થઇ રહી છે. વૈશ્વિક મંચ પર સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉભરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજદ્ધારી મોરચા પર કરવામાં આવેલા કામના કારણે મોદીની સાથે સાથે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક મંચ પર વધી છે. ખાસ કરીને અખાતી દેશો પણ ભારતની સાથે દેખાઇ રહ્યા છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે કે મુસ્લિમ દેશો આનો વિરોધ કરશે.
જો કે હવે મુસ્લિમ દેશોમાં ભારતનુ મુલ્ય વધી રહ્યુ છે. જે રીતે મોદીએ અખાતી દેશો સાથે ભારતના સંબંધ સ્થાપિત કર્યા છે તે ખુબ સ્વાગતરૂપ પહેલ તરીકે છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ મુસ્લિમ દેશોએ મોટા ભાગે પ્રતિક્રિયા આપી નથી. જે દેશોએ પ્રતિક્રિયા આપી છે તે ભારતની તરફેણમાં પ્રતિક્રિયા આપી છે. આ સંબંધમાં મોદીની સંયુક્ત અરબ અમિરાત અને બહેરીનની યાત્રા ઐતિહાસિક સાબિત થઇ છે. યુએઇએ તો કાશ્મીરના મામલે ભારતના આંતરિક મામલા તરીકે રજૂ કરીને જોરદાર ટેકો આપ્યો છે.
યુએઇ દ્વારા મોદીને ત્યાંના સર્વોચ્ચ સન્માન આપ્યુ છે. યુએઇના સર્વોચ્ચ લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. બંને દેશો વચ્ચે ૬૦ અબજ ડોલર સુધી વેપાર કદ છે. યુએઇ ભારતના ત્રીજા સૌથી મોટા વેપારી ભાગીદારી દેશ તરીકે છે. ભારત માટે અખાતી દેશોનુ મહત્વ વધી રહ્યુ છે. આ કડીમાં બહેરીનની મોદીની પ્રથમ યાત્રા હતી. બહેરીનમાં ભારતીય મુળના સાઢા ત્રણ લાખ લોકો રહે છે. બહેરીન અને ભારતે સાથે મળીને આશરે ૫૦૦ મિલિયન ડોલરના કરાર કર્યા છે. બહેરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની સ્થાયી દાવેદારીને પણ સમર્થન આપ્યુ છે.