ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મો હજુ પણ બોક્સ ઓફિસ પર વધારે સફળતા હાંસલ કરી રહી છે. લોકોને મોટા ભાગે હજુ પણ ફેમિલી ફિલ્મો જ પસંદ પડી રહી છે. આના માટેના અનેક કારણો રહેલા છે. લોકોની ફેમિલી ફિલ્મોની પસંદગીના કારણે જ જે ફિલ્મો સુપરહિટ સાબિત થઇ રહી છે તેમાં મોટા ભાગે મનોરંજન ફિલ્મો જ વધારે રહેલી છે. વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો હજુ સુધી બોક્સ ઓફિસ પર ઓગષ્ટના મહિના સુધી નવ ફિલ્મો ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ ચુકી છે. તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગળ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ ચુકી છે.
જે આ વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થનાર નવમી ફિલ્મ બની છે. હવે આ ફિલ્મ ૨૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાની દિશામાં આગળ વધી રહી છે. આની સાથે જ રજૂ કરવામાં આવેલી એક્શન ફિલ્મ બાટલા હાઉસ પણ ટુંક સમયમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. વર્ષ ૨૦૧૮માં સૌથી વધારે ૧૩ ફિલ્મો ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ ગઇ હતી. આ રેકોર્ડ આ વર્ષે સરળતાથી તુટી શકે છે. કારણ કે હાલમાં કેટલીક મોટી ફિલ્મો રજૂ થવાની તૈયારીમાં છે. જેમાં બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપુરની ફિલ્મ સાહોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ધ વોર, છિછોરે, હાઉસફુલ-૪, પાનિપત, દબંગ-૩ ફિલ્મનો સમાવેશ થાય છે. આ તમામ મોટા બજેટની ફિલ્મો હોવાની સાથે સાથે મોટા મોટા કલાકારો કામ કરી રહ્યા છે. દબંગ સિરિઝની ત્રીજી ફિલ્મમાં સલમાન ખાન કામ કરી રહ્યો છે. જ્યારે હાઉસફુલ મલ્ટીસ્ટારર ફિલ્મ છે.
જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ અને રિતેશ દેશમુખ કામ કરી રહ્યા છે. આંકડા પણ નજર કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ વર્ષમાં મોટા ભાગે ૧૦૦ કરોડની ક્લબમાં જે ફિલ્મો એન્ટ્રી કરી ગઇ છે તેમાં મોટા ભાગે ફેમિલી ફિલ્મો છે. જેમાં તમામ પરિવારના સભ્યો સારી રીતે મનોરંજન કરી શકે છે. ફિલ્મો કેટલી કેટલા કરોડના ક્લબમાં પ્રવેશ કરી ચુકી છે તેની વાત કરવામાં આવે તો હજુ સુધી ૮૨ ફિલ્મો ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થઇ ચુકી છે. આ આંકડો ૨૦૧૮ બાદથી રજૂ થયેલી ફિલ્મોને લઇને રજૂ કરવામાં આવ્યો છે. ૫૦૦ કરોડની ક્લબમાં એકમાત્ર બાહુબલી-૨ ફિલ્મ પ્રવેશ કરી શકી છે. જ્યારે આમીર ખાનની દંગલ, રણબીર કપુરની સંજુ, આમીરખાનની પીકે અને સલમાન ખાનની ટાઇગર જિન્દા હે ફિલ્મનો સમાવેશ થાય છે.
આ તમામ ફિલ્મો ૪૦૦ કરોડની આસપાસ કમાણી કરી ચુકી છે. ૨૦૦ કરોડની ક્લબમાં ૨૦ ફિલ્મો એન્ટ્રી કરી ચુકી છે. ૪૦૦ કરોડની ક્લબમાં કોઇ ફિલ્મ નથી.૩૦૦ કરોડની ક્લબમાં આઠ ફિલ્મો પ્રવેશ કરી ચુકી છે. હાલમાં કેટલાક નિર્માતા નિર્દેશક એક્શન ફિલ્મો પર વધારે ધ્યાન આપી રહ્યા છે પરંતુ આ વાસ્તવિકતા છે કે બોક્સ ઓફિસ પર સાફ સુફરી જે ફિલ્મો મનોરંજનવાળી રહી છે તે ફિલ્મો જ સુપરહિટ રહી છે. ભારતીય ફિલ્મોના સમગ્ર વિશ્વમાં કલેક્શનની વાત કરવામાં આવે તો બાહુબલી આમાં સ્થાન ધરાવે છે. આ ફિલ્મની કમાણી ૧૮૧૦ કરોડની આસપાસ રહી છે. દંગલની કમાણી સૌથી વધારે રહી છે. દંગલે ૨૦૨૦ કરોડની કમાણી કરી છે. આ યાદીમાં સલમાન ખાનની બે ફિલ્મો સામેલ છે. જેમાં બજરંગી ભાઇજાન અને અન્ય એક ફિલ્મ છે. આમીર ખાનની પીકેની કમાણી ૮૩૨ કરોડની રહી છે. સિક્રેટ ુસુપરસ્ટારની કમાણી ૯૬૬ કરોડ રૂપિયાથી વધારેની રહી છે.