નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી ગગનયાન યોજના પર તેજી સાથે કામ ચાલી રહ્યુ છે. આ માનવયુક્ત અંતરિક્ષ ઉડાણ માટે ૨૦૨૨ના શરૂઆતી મહિના માટે ટાર્ગેટ લક્ષ્ય કરવામાં આવ્યા છે. ગગનયાન મિશન માટે પસંદગી પામનાર ૧૨ સંભવિત ભારતીય અંતરિક્ષ યાત્રી પૈકી ચારની પસંદગી રશિયા દ્વારા કરવામાં આવનાર છે. સાથે સાથે રશિયા જ આ ચાર લોકોને ટ્રેનિંગ પણ આપનાર છે. ટ્રેનિંગ કાર્યક્રમની શરૂઆત નવેમ્બર મહિનાથી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ ૧૫ મહિના સુધી ચાલનાર છે. આ મિશન પર ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. મિશનના નિર્ધારિત લક્ષ્યાંકોમુજબ ભારત પોતાના ત્રણ અંતરિક્ષ યાત્રીઓને પાંચથી સાત દિવસ માટે અંતરિક્ષમાં મોકલનાર છે. જ્યાં તેઓ જુદા જુદા પ્રકારના માઇક્રો ગ્રેવિટી ટેસ્ટને અંજામ આપનાર છે. રશિયન પેશ એજન્સી રોસ્કોમોસના મહાનિર્દેશક દિમિત્રા રોગોજિન અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ વચ્ચે મોસ્કોમાં હાલમાં બેઠક યોજાઇ હતી.
આ ગાળા દરમિયાન જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન બંને પક્ષોએ મોસ્કો સ્થિત યુરી ગાગરિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ચાર ભારતીય અંતરિક્ષ યાત્રીઓને સ્પેશ મિશન માટે તૈયાર કરવાના મુદ્દા પર સહમતિ થઇ ગઇ હતી. ટ્રેનિંગ ખતમ થઇ ગયા બાદ ચારેય અંતરિક્ષ યાત્રી ભારતમાં પરત ફરશે. સાથે સાથે વર્ષ ૨૦૨૨માં લોન્ચિંગ પહેલા કેટલીક અન્ય તૈયારી પણ કરનાર છે.