રણવીરે ગલી બોયની ભારે સફળતા સાથે અને રૅપ/હિપહોપ સાથે તેના લેબલ ઈનકિન્ક સાથે ખ્યાતિ મેળવી છે અને ભારત આ જેનર નવી બ્રાન્ડ્સ અને ફિલ્મોમાં જોઈ રહ્યું છે.
પેઢીઓથી, બોલિવૂડ સુપરસ્ટાર્સ દ્વારા સોસિયેટેલ ફેડને વેગ આપતા રહ્યા છે અને મોટા પ્રવાહો સર્જતા રહે છે. રણવીર સિંહ કે જેમનું સ્ટારડમ આપણા દેશમાં તમામ ડેમોગ્રાફિક્સ અને પ્રદેશોમાં છવાયેલું છે તેમણે દેશની શેરીઓમાંથી રૅપ/હિપહોપ મ્યુઝિકને બહાર લાવ્યું છે અને મુખ્યપ્રવાહમાં સામેલ કર્યુ છે.
રણવીરે કહ્યું હતું કે તેઓ દેશના અને તેમની ઈન્ડસ્ટ્રીનાં એક વૈચારિક નેતા બનવાનું પસંદ કરે છે. તેમણે કહ્યું હતું, ‘મને ફિલ્મો અને આપણી ઈન્ડસ્ટ્રી ગમે છે. હું ઈન્ડસ્ટ્રીનો લીડર બનવા માગુ છું, ઈન્ડસ્ટ્રીનો ચેમ્પિયન બનવા માગુ છું. હું હિન્દી સિનેમા અને હિન્દી મૂવી બિઝનેસ વધુને વધુ વિકસે અને વિસ્તરે એમ ઈચ્છું છું. તેથી જો એવું કંઈ પણ કે જેના માટે હું યોગદાન આ ઈન્ડસ્ટ્રી માટે આપી શકું, હિન્દી સિનેમાને આપી શકું તો તે મારા માટે વધુ મોટું વધુ સારૂં બની રહેશે અને રિવોર્ડિંગ બનશે.’
પ્રથમ ગલી બોય સાથે, તેમણે કરિયરનું સૌથી ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ કર્યુ હતુ અને ફિલ્મ બ્લોકબસ્ટર્સ બનતા કેશ કાઉન્ટર્સ પર ધૂમ મચી ગઈ હતી. તેમણે તેમના પેશન પ્રોજેક્ટ, એક સ્વતંત્ર રેકોર્ડ લેબલ ઈનકિન્કની રજૂઆત પણ કરી છે જેનો હેતુ દેશભરમાંથી યુવા કલાકારોને શોધવા, તેમનો વિકાસ કરવો અને પ્રમોટ કરવાનો છે. તેમના પ્રથમ પ્રતિભાશાળી કલાકારો ઉત્કૃષ્ટ હિપહોપ કલાકારો છે જેઓ કામ ભારી, સ્લો ચિતાહ અને સ્પિટફાયર છે. જેનર કે છે એક સમયે નાનું ગણાતું હતું તે રૅપ/હિપહોપ હવે ખૂબ કમર્શિયલ ગણાય છે.
રાજકીય પાર્ટીઓથી લઈને બ્રાન્ડ્સ અને ફિલ્મો સુધી પણ હવે રૅપ/હિપહોપનો ઉપયોગ વિચારો અને વિચારધારાઓને પ્રમોટ કરવા માટે થાય છે. ભાજપના લોકસભા ચૂંટણી વખતના કેમ્પેનને કોઈ ભૂલી નહીં શકે, જેમાં તેમણે કોંગ્રેસ વિરુદ્ધ ગલી બોયમાંથી ગીત ‘આઝાદી’નો ઉપયોગ કર્યો હતો. તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી. અનેક બ્રાન્ડ્સ જેમકે ફેશવોશ (હિમાલયા મેન્સ ફેસ વોશ), ફૂટવેર (રિલેક્સો ફ્લાઈટ)થી લઈને નવા ઈનિશિયેટિવ જેમકે સબકા ડેન્ટિસ્ટમાં પણ હજારો લાખો લોકો સુધી પહોંચવા માટે રૅપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલની ફિલ્મો જેવી કે આર્ટિકલ 15 અને ખાનદાની શફાખાનામાં પણ પ્રમોશન માટે આ જેનરનો ઉપયોગ કરાયો હતો. હાલમાં, યુથ ટીવી ચેનલ (એમટીવી)માં પણ એક શો ‘હસલ’ રજૂ થાય છે જેમાં ભારતના રૅપર્સની શોધ કરવામાં આવે છે. અહીં એ પણ યાદ રાખવું ઘટે કે હજારો અને લાખો કન્ટેન્ટ ક્રિએટર્સ તેમના રૅપ/હિપહોપ ગીતો યુટ્યુબ, ફેસબુક, ટીકટોક પર મૂકતા રહે છે કે જેથી તેમના મ્યુઝિક અને ટેલેન્ટને ઓળખ મળી શકે.
અમે રણવીર સાથે ભારતમાં આ રૅપ ક્રાંતિ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘હિન્દુસ્તાની રૅપ/હિપહોપનો સમય આવ્યો છે અને ભારતના મ્યુઝિક સીનમાં સૌથી જરૂરી તે એક્સ્પ્લોઝન છે. આ ખરેખર ભારતના ઓરિજિનલ મ્યુઝિક માટેનો રોમાંચક સમય છે અને રૅપ/હિપહોપ ખૂબ મોટું રિફ્રેશર સાબિત થાય છે. હિન્દુસ્તાની રૅપ/હિપહોપ હવે અંડરગ્રાઉન્ડ મ્યુઝિક સીન તરીકે નહીં રહે. તે યુવાનોની ભાષા બન્યું છે અને તે ભારતીય સંસ્કૃતિની આજે સૌથી મોટી વાત છે.’
તેમણે કહ્યું હતું, ‘ભારત હંમેશા દર્શનીય ઓરિજિનલ કન્ટેન્ટ ઉત્પન્ન કરે છે અને હવે સમય રૅપ/હિપહોપનો છે અને અભૂતપૂર્વ કલાકારો કે જેમનું કાવ્ય ક્રાંતિની વાત કરે છે. તેઓ આપણી પેઢીના કવિઓ છે અને યુવાનો તેઓ જે કહે છે એ સાંભળવા માગે છે. હિન્દુસ્તાની રૅપ/હિપહોપ અહીં રહેશે અને તે ભારતનો અવાજ છે કે જેને તમે અવગણી ન શકો.’