નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણી પેટાચૂંટણી માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ડાબેરીઓ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. બંગાળના પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્ર સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ આના પર મંજુરીની મહોર લાગી ગઇ છે. લોકસભા ચૂંટણીમાં લેફ્ટને એક પણ સીટ મળી ન હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીને બે સીટો મળી હતી.
પ્રદેશ અધ્યક્ષ સોમેન મિત્રાએ કહ્યુ હતુ કે સોનિયા ગાંધીની સાથે બેઠકોની વહેંચણી મામલે ચર્ચા કરવામાં આવી ચુકી છે. તેમણે કહ્યુ હતુ કે જા ડાબેરીઓ આના માટે તૈયાર છે તો અમે પણ ગઠબંધન માટે તૈયાર થયેલા છીએ. તેમણે કહ્યુ હતુ કે અમે પેટાચૂંટણીને લઇને જુદા જુદા પાસા પર ચર્ચા કરી રહ્યા છીએ. બંગાળમાં ત્રણ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. બંગાળના નાદિયા જિલ્લાના કરીમપુર, પશ્ચિમ મિદનાપુના ખડગપુર અને ઉત્તર દિનાજપુર જિલ્લાના કાલીગંજ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજનાર છે.કોંગ્રેસ પાર્ટી નક્કી કરી ચુકી છે કે તે ખડગપુર અને કાલીગંજ સીટ પરથી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારનાર છે.
જ્યારે ડાબેરીઓ કરીમપુર સીટ પરથી તેના ઉમેદવારને મેદાનમાં ઉતરનાર છે. ડાબેરીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે. કોંગ્રેસની સાથે સાથે ડાબેરીઓની હાલત પણ બંગાળમાં ખરાબ છે. કારણ કે બંને પાર્ટીની હાલત ખરાબ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જોરદાર રીતે આશાવાદી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો હતો. પાર્ટીએ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને પણ મોટી પછડાટ આપી હતી. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે શાનદાર દેખાવ કર્યો છે.