લખનૌ : ઉત્તરપ્રદેશ સરકાર ગ્રામ પ્રધાનોની વધી રહેલી સંપત્તિના કારણે પરેશાન દેખાઇ રહી છે. તમામ પ્રકારના વિવાદો અને આક્ષેપોને ટાળવા માટે પ્રધાનોની સંપત્તિમાં તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આદેશ પણ જારી કરવામાં આવી ચુક્યા છે. નેતાઓ અને અધિકારીઓ બાદ હવે પ્રધાનોની સંપત્તિમાં પણ તપાસ કરવામાં આવનાર છે. છેલ્લા પાંચ વર્ષમાં કેટલી સંપત્તિ તેમની બની છે તે મામલે તપાસ કરવામાં આવનાર છે. પ્રધાન બનતા પહેલા પ્રધાનો ગઇ ગાડીનો ઉપયોગ કરતા હતા તેમાં તપાસ કરવામાં આવનાર છે. તેમની પાસે કેટલા ખેતોની સંખ્યા વધી છે તેમાં તપાસ કરવામાં આવનાર છે.
મનરેગામાં પ્રધાનોની ભૂમિકા શુ હતી , ખાદ્ય વિતરણમાં શુ ભૂમિકા હોય છે, આ તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. પ્રધાનોને પણ હવે સાવધાન થઇ જવાની જરૂર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જોરદાર રીતે સક્રિય થયેલા છે. પેટાચૂંટણી પહેલા કોઇ પણ પ્રકારના વિવાદમાં સરકારને રાખવા માટે ઇચ્છુક નથી. પેટાચૂંટણી માટેની જવાબદારી પોતે લઇ ચુક્યા છે. રાજ્ય સરકાર પ્રધાનોની આર્થિક સ્થિતીમાં તપાસ કરાવશે.
પ્રધાનોના વ્યક્તિગત ખાતામાં તપાસ કરવામાં આવનાર છે. પ્રધાન બની ગયા બાદ લગ્ઝરી ગાડીઓ અને જમીન ખરીદી કઇ રીતે થઇ છે તેમાં તપાસ કરવામાં આવનાર છે. પૈસાનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવ્યો છે તેમાં તપાસ કરવામાં આવનાર છે. પાંચ વર્ષમાંયોજનાઓ પર કઇ રીતે કામ થઇ રહ્યુ છે તેમાં પણ ઉંડી તપાસ કરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ યુપીને દેશમાં ટોપ પર લઇ જવા માટે સતત કામ કરી રહ્યા છે.