ભારતની પ્રથમ ક્રમાંકની સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી બ્રાન્ડ શિયોમીએ આજે વિશ્વના સૌથી ઊંચા રિસોલ્યુશનવાળા કેમેરા સેટઅપ સાથે એન્ડ્રોઇડ વનથી સજ્જ ફોનના પોતાના લાઇનઅપમાં અદ્યતન સ્માર્ટફોન Mi A3 લોન્ચ કર્યો છે. કંપનીએ વિશ્વના પ્રથમ ક્રમના એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન Mi A2માં અગાઉ સફળતા પ્રાપ્ત કરી છે.
શિયોમી ઇન્ડિયાના કેટેગરીઝ અને ઓનલાઇન સેલ્સના વડા રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે, “Mi A3ના લોન્ચ સાથે, અમે અમારા Miના ચાહકો માટે અસંખ્ય નોંધપાત્ર ફીચર્સ સાથે વધુ એક એન્ડ્રોઇડ વન ફોન સાથે વધુ એક એન્ડ્રોઇડ વન ફોન રજૂ કરતા ખુશી અનુભવીએ છીએ. તેની અનેક નવીન ઓફરિંગ્સમાં Mi A3ટ્રિપલ કેમેરા આગળના ભાગમાં 48MP IMX586 સેન્સર સાથે ધરાવે છે અને વધુમાં એક જ હાથે વપરાશ કરી શકાય તે માટે સુંદર ડિઝાઇન ધરાવે છે. અમારા ભારતમાં Mi ચાહકો અને યૂઝર્સને નવો Mi A3 ફોન સુંદર અનુભવ કરાવશે તેવી અમને આશા છે.”
Mi A3માં Mi A સિરીઝની ડિઝાઇનમાં ફેરફારની ઝાંખી છે. તેણે આ સેગમેન્ટમાં Mi A2ને અનેક શ્રેષ્ઠ ફોનમાંનો એક બનાવ્યો હતો તેના ફંકશનલ પરિબળોને જાળવી રાખતા નવી ડિઝાઇન કરી છે. રૂ. ૧૨,૯૯૯થી શરૂ થતા આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ, સ્નેપડ્રેગન™ ૬૬૫ ચિપસેટ, સુપર AMOLED ડીસ્પ્લે, જંગી ૪૦૩૦MAh બેટરી, 48MP ટ્રિપલ કેમેરા સેટઅપ અને ઇન સ્ક્રીન ફીંગરપ્રિન્ટ સ્કેનરનો સમાવેશ થાય છે. દરેક Mi A સિરીઝના સ્માર્ટફોનની જેમા, Mi A3 પણ ગૂગલ એન્ડ્રોઇડ વન પ્રોજેક્ટથી સજ્જ છે અને એન્ડ્રોઇડન™ ૯ પાઇ પર ચાલે છે.
“અમે શિયોમી સાથે ભાગાદારી કરતા આનંદ અનુભવીએ છીએ જેણે ચાલુ વર્ષે એન્ડ્રોઇડ વન પોર્ટફોલિયોમાં વધુ એક સુંદર ડિવાઇસનો ઉમેરો કર્યો છે,” એમ ગૂગલના ડિરેક્ટર ઓફ પાર્ટનર પ્રોગ્રામ જોન ગોલ્ડે જણાવતા ઉમેર્યું હતું કે “તદ્દન નવો Mi A3 એવો સોફ્ટવેર અનુભવ પૂરો પાડશે જે અપ-ટુ-ડેટ હોય અને વપરાશમાં સરળ હોય, તેમજ તેમાં બિલ્ટ ઇન માલવેર પ્રોડટેક્શન અને રેગ્યુલર સિક્યુરિટી અપડેટ્સનો પણ સમાવેશ થાય છે.
સૌપ્રથમ સ્તરનું 48MP એઆઇ ટ્રિપલ કેમેરા સેટઅપ
દરેક MiA સિરીઝે એન્ડ્રોઇડ વનથી સજ્જ અનન્ય કેમેરા અનુભવ પૂરો પાડ્યો છે. Mi A3માં સોનીના 48MP IMX586 સેન્સર સાથે, 8MP લ્ટ્રા વાઇડ અને 2MP ડેપ્થ સેન્સરથી સજ્જ છે.48MP મોટા અર્ધા ઇંચના સેન્સર ઇમેજની ગુણવત્તા જાળવી રાખતા મહત્તમ કેપ્ચર થાય તેની કાળજી રાખે છે. કેમેરાના અનુભવમાં વધારો કરવા માટે Mi A3 શિયોમીના લોકપ્રિય સ્ટેડી હેન્ડહેલ્ડ નાઇટ ફોટોગ્રાફી મોડ પણ સૌપ્રથમ વખત Mi A સિરીઝમાં લઇ આવી છે.
અગ્રણી 48MP કેમેરા ઉપરાંત Mi A3 32MP આગળનો કેમેરો પણ ધરાવે છે, જે ડિવાઇસને વિશ્વમાં કેમેરા સેટઅપમાં સૌથી વધુ મેગાપિક્સલ કાઉન્ટ લેવા માટેની સહાય કરે છે. 32MP કેમેરા1.6μm કદના સુપર પિક્સલ ધરાવે છે જે ઓછા પ્રકાશમાં પણ ઝડપથી અને વિગતવાર સેલ્ફી લેવામાં મદદ કરે છે.