આર્કટિક બાદ હવે ચિલીમાં પણ ગ્લેશિયર ઓગળી રહ્યા છે. જેના પરિણામસ્પરૂપે વસ્તી માટે ખતરો સતત વધી રહ્યો છે. આના માટે વિશ્વના દેશો માટે પણ એક નવી ચિંતા ઉભી થઇ ગઇ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પાટનગર સેન્ટિયાગો અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા આશરે ૭૦ લાખ કરતા વધારે લોકોના પાણી પુરવઠા અને પાકના ઉત્પાદનની બાબત આ જ ગ્લેશિયર પર નિર્ભર છે. આ કોઇ પરિસ્થિતીની આફત નથી પરંતુ છેલ્લા નવ વર્ષથી માનવીય ગતિવિધીની કારણે આ સમસ્યા સર્જાઇ રહી છે. ચિલીના મધ્ય ક્ષેત્રની બરફ માટે માનવીય ગતિવિધી ખતરનાક સાબિત થઇ રહી છે.
હાલના આંકડા ચિંતાજનક બાબત રજૂ કરે છે. આર્કટિક ક્ષેત્રમાં છેલ્લા દિવસોમાં આશરે ૧.૪ કરોડ કિલોમીટર ઓગળેલી બરફ દુનિયાના દેશો માટે ચિંતાજનક છે. તેની મર્યાદા સતત વધી રહી છે. હવે લેટિન અમેરિકી દેશ ચિલીનાના મધ્ય ઝડપથી ઓગળી રહેલા ગ્લેશિયરના કારણે નવી સમસ્યા ઉભી થઇ રહી છે. ચિલીના ઉત્તર અને દક્ષિણી ધ્રુવની બહાર તાજા પાણીના અનેક ભંડારો રહેલા છે. જેના સૌથી મોટા સ્ત્રોત તરીકે આ ગ્લેશિયર છે. આ કોઇ પરિસ્થિતી જનક આફત નથી. બલ્કે માનવીય દ્વારા ઉભી કરવામાં આવેલી સમસ્યા છે. ચિલીની સરકાર માટે આર્થિક અને રાજકીય દુવિધા પણ આ બાબત હવે બની રહી છે.
તાપમાનમાં વધારો અને છેલ્લા નવ વર્ષમાં માનવીય ગતિવિધીચિલીના મધ્ય ક્ષેત્રની બરફ માટે ઘાતક સાબિત થઇ રહી છે. હજારો વર્ષોથી જામેલા ગ્લેશિયર સરેરાશ દર વર્ષે એક મીટર પાછળ સરકી જાય છે. ઓગળવાની ગતિ જા આ રહેશે તો દશકથી પણ ઓછા સમયગાળાની અંદર ગ્લેશિયર પૂર્ણ રીતે ગાયબ થઇ જશે. સાથે સાથે ચિલીના તમામ ગ્લેશિયર્સની સંખ્યા પણ ઘટીને અડધી થઇ જશે. વિશ્વ સંશાદન સંસ્થના કહેવા મુજબ આ એક ગંભીર સમસ્યા છે. જેમાં દક્ષિણ અમેરિકાના ૮૦ ટકા ગ્લેશિયર રહેલા છે. પાટનગર સેન્ટિયાગો અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા આશરે ૭૦ લાખથી વધારે લોકોના પાણી પુરવઠા અને પાકના ઉત્પાદન માટે આ જ ગ્લેશિયર પર તમામ લોકો આધારિત રહે છે. કારણ કે મધ્ય ચિલીની અનેક નદીઓ સુકાઇ જવાના આરે પહોંચી ગઇ છે. દેશની આશરે ૭૦ ટકા વસ્તી આ જ ક્ષેત્રમાં રહે છે. જ્યાં આ ગ્લેશિયર પ્રભાવ નાંખે છે.
વર્ષ ૨૦૦૮માં આને બચાવવા માટે ગ્લેશિયર એકમોની રચના કરવામાં આવી હતી. જા કે ગયા વર્ષે આને લઇને ઉદાસનીતા જાવા મળી હતી. આર્કટિક બાદ ચિલીમાં પણ ઓગળી રહેલા ગ્લેશિયરના કારણે કેટલીક નવી નવી સમસ્યા સપાટી પર આવી રહી છે. આવનાર દિવસોમાં ચિલી માટે મોટી સમસ્યા સર્જાઇ શકે છે. નવા નવા પડકારો ઉભા થઇ શકે છે. ખુબ ઓછા લોકો આ બાબતને જાણે છે કે આ ગ્લેશિયર વિસ્તારમાં તાંબાના મોટા પાયે ભંડારો રહેલા છે. દુનિયાના તાંબાના કુલ ભંડારો પૈકી આશરે એક તૃતિયાશ ભંડાર આ જ વિસ્તારમાં રહે છે. દુનિયામાં જે તાંબાનો જથ્થો રહેલો છે તે પૈકી એક તૃતિયાશ તો આ જ વિસ્તારમાં થી આવે છે. આ ખાણ પ્રવતિ ચીલીની અર્થવ્યવસ્થામાં સૌથી મોટા ઉત્પાદક તરીકે ભૂમિકા અદા કરે છે. ચિલીની અર્થવ્યવસ્થાનાના કુલ સ્થાનિક ઉત્પાદન પૈકી તે ૧૦ ટકાની આસપાસ છે. એટલે કે અહીંની અર્થવ્યવસ્થાના એક મોટા હિસ્સા તરીકે છે. વર્ષ ૨૦૧૦માં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ કે મધ્ય ચિલીના અન્ય પહાડી વિસ્તારોમાં માર્ગ નિર્માણ, મશીનોના અવાજ અને ખાણ ગતિવિધીના કારણે તેમજ ટ્રકોની અવરજવરના કારણે ગ્લેશિયર પર માઠી અસર થઇ રહી છે. થોડાક સમય પહેલા ચિલી સંસદમાં આના રક્ષણ માટે એક બિલ પણ લાવવામા આવ્યુ હતુ. જો કે પ્રમુખ સેબેસ્ટિયન પિનેરાની સરકાર આની તરફેણમાં ન હતી. એવા તર્ક આપવામા આવ્યા હતા કે આના કારણે ચિલીની અર્થવ્યવસ્થા હચમચી ઉઠશે. ખાણ ઉદ્યોગ પણ બંધ થઇ જશે.
આ બિલનો વિરોધ કરવામાં આવ્યા બાદ જળવાયુ પરિવર્તન શિખર સમ્મેલનમા તેમને સંયુક્ત રાષ્ટ્ર સંધ તરફથી નારાજગીનો સામનો પણ કરવા પડ્યો હતો. દેશની જીડીપીમાં ખાણ પ્રવૃતિથી યોગદાન ૧૦ ટકાની આસપાસ છે. સાથે સાથે જો ગ્લેશિયર ઓગળશે તો ૭૦ ટકા વસ્તી પર તેની સીધી અસર થનાર છે.