દેશના ઓટો સેક્ટરની હાલત હાલમાં ખુબ ખરાબ થયેલી છે. ભારતીય અર્થવ્યસ્થાની નાક તરીકે ગણાતા આ ઉદ્યોગની હાલત એટલી ખરાબ છે કે જુદા જુદા પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. ઓટો મોબાઇલ સેક્ટર હાલમાં ભારતમાં સૌથી મુશ્કેલ તબક્કામાં છે. દરેક પ્રકારના વાહનના વેચાણમાં ઘટાડો થઇ રહ્યો છે. સતત આઠમાં મહિનામાં આંકડા એવા જ રહ્યા છે. પેસેન્જર ગાડીમાં આ વર્ષે જુલાઇ સુધી ૧૯ વર્ષની સૌથી નીચી સપાટી જોવા મળી રહી છે., છેલ્લા વર્ષે જુલાઇ મહિનાની તુલનામાં કારનુ વેચાણ ૩૫.૯૫ ટકા ઘટી ગયો છે. જ્યારે કોમર્શિયલ ગાડીનુ વેચાણ ૩૭ ટકાની નીચી સપાટી પર છે.
તમામ પ્રકારના યાત્રી વાહનોના વેચાણમાં ૩૦.૯૮ ટકા સુધીનો ઘટાડો થઇ ગયો છે. જેમાં ટુ વ્હીલરના વેચાણમાં ૧૬.૮૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. આ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો પર તેની માઠી અસર થઇ રહી છે. કારણ કે મોટા ભાગની ઓટો કંપનીઓ વેચાણ ઘટી જતા હમચી ઉઠી છે. કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના કહેવા મુજબ આશરે સાઢા ત્રણ લાખ અસ્થાયી અને કેજુઅલવ નોકરી જતી રહી છે. દસ લાખ લોકોની નોકરી પર ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં સ્થિતી એ છે કે કંપનીઓની તરફથી ડીલરો પર દબાણ લાવવામાં આવી રહ્યુ છે કે તેઓ નવી ગાડીઓ મુકવાની શરૂઆત કરે. પરંતુ ડિલરોની પાસે ત્રણતી ચાર મહિના સુધી વેચાય તેટલા પ્રમાણમાં પહેલાથી જ ગાડીઓનો સ્ટોક છે. જેથી તેઓ નવી ગાડીઓ ઉઠાવવા માટે જાખમ લઇ શકે તેમ નથી.
પરિણામ એ છે કે વાહન કંપનીઓને ઉત્પાદનમાં ઘટાડો કરવાની જરૂર પડી રહી છે. ડીલરોના એસોસિએશન ફાડાના કહેવા મુજબ નવી ગાડીઓનુ કુલ રજિસ્ટ્રેશન પ્રતિ મહિને પાંચ ટકા નીચે પહોંચી રહ્યુ છે. કોમર્શિયલ ગાડીમાં આ ઘટાડો આશરે ૨૦ ટકાની આસપાસ છે. આનાથી પણ હેરાન કરનાર વાત એ છે કે દરેક ડિલરશીપમાં બે ત્રણ મહિનાની ઇનવેન્ટ્રી પડેલી છે. જેના કારણે ડીલર્સ ગોડાઉન અને મેન્ટેનન્સ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. સ્થિતી એટલી હદ સુધી ખરાબ થઇ ગઇ છે કે છેલ્લા થોડાક મહિનામાં ૩૦૦ ડિલરશિપ બંધ કરવાની ફરજ પડી છે. આટલી જ ડિલરશીપબંધ થવાના આરે પહોંચી ગઇ છે.છેલ્લા કેટલાક સમયથી દુનિયામાં ઓટો મોબાઇલ સેક્ટરથી કોઇ ઇકોનોમીની ગણનરીના સંકેત મળે છે. ભારતીય અર્થવ્યવસ્થા થોડાક સમય સુધી યોગ્ય ગતિ દેખાઇ રહી હતી. આની ક્રેડિટ ઓટો સેક્ટરને મળી રહી હતી. જો કે હવે આ ક્ષેત્રની હાલત કફોડી બનેલી છે.
જેથી અર્થતંત્ર પર તેની માઠી અસર થઇ રહી છે. ઓટોમોબાઇલના સૌથી મોટા ઉપભોક્તા ગણાતા મધ્યમ વર્ગની ખરીદી શક્તિ ઘટી રહી છે. અથવા તો તેની ગાડીમાં રૂચિ ઘટી રહી છે. આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો ગાડીઓના વેચાણ ઘટવાથી કોઇ આસમાન તુટી પડશે નહીં. લોકો પોતાની ગાડીના બદલે બસ અથવા તો મેટ્રોથી ચાલી રહ્યા છે તો તે સારી બાબત છે. પર્યાવરણની દ્રષ્ટિએ લોકો કારથી દુરી બનાવી રહ્યા છે તો તે સારી બાબત છે. એમ પણ ઓટો મોબાઇલ સેક્ટર એક દિવસ મુશ્કેલમાં રહેશે જ. જો કે આ ક્ષેત્રમાં રહેલા લોકોની રોજગારી તરફ ધ્યાન આપવુ પડશે.