હૈદરાબાદ : શ્રીહરિકોટાથી લોન્ચિંગના ૨૯ દિવસ બાદ ચન્દ્રયાન-૨ આજે સવારે ૯.૩૦ વાગે ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ભારતે અંતરિક્ષમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. હવે સાતમી સપ્ટેમ્બરના દિવસે ચન્દ્રયાન-૨ ચન્દ્ર પર ઐતિહાસિક હાજરી પુરવાર કરનાર છે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોના કહેવા મુજબ ચન્દ્રયાન-૨ પર લાગુ કરવામાં આવેલી બે મોટરને સક્રિય કરવાથી આ સ્પેસક્રાફ્ટ ચન્દ્રની સપાટી પર પ્રવેશ કરી જતા હવે વૈજ્ઞાનિક ભારે ઉત્સાહિત છે. ભારતના મુન મિશનની યાત્રા ચંદ્રયાન-૧થી શરૂ થઇ હતી જે હવે ચંદ્રયાન-૨ સુધી પહોંચી છે. ચંદ્રયાન-૨નો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- એપ્રિલ ૨૦૦૩માં ૧૦૦થી વધુ અગ્રણી ભારતીય વૈજ્ઞાનિકોએ ચંદ્ર ઉપર જવા માટે વિચારણા શરૂ કરી હતી. ભૂમિ વૈજ્ઞાનિકો, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અંતરિક્ષ શાસ્ત્ર, એન્જિનિયરો, કોમ્યુનિકેશન વિજ્ઞાન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો એકત્રિત થયા હતા અને ચર્ચા બાદ મૂન પર જવાને લઇને જરૂરી ભલામણને મંજુરી આપી હતી
- ૧૫મી ઓગસ્ટ ૨૦૦૦ : વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ચંદ્રયાન મિશનની જાહેરાત કરી હતી
- નવેમ્બર ૨૦૦૩માં સરકારે મૂન મિશન માટે તેને લીલીઝંડી આપી હતી
- ૨૨મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ચંદ્રયાન-૧ને ચાર તબક્કા પીએસએલવી લોંચ વ્હીકલનો ઉપયોગ કરીને સતીષધવન સ્પેસ સેન્ટર હરિકોટાથી તેને સફળરીતે લોંચ કરવામાં આવ્યું હતું
- ૨૬મી નવેમ્બર ૨૦૦૮ના દિવસે ૨૯મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે એક્ટિવેટ કરવામાં આવેલા સ્વદેશી મેપિંગ કેમેરા દ્વારા પ્રથમ વખત ફોટાઓ પાડવામાં આવ્યા હતા. આના લીધે ઇસરોના અધિકારીઓ આશ્ચર્યચકિત થયા હતા કારણ કે ચંદ્ર મોટાભાગે ક્રિએટર્સનું બનેલું દેખાયું હતું
- ૨૫મી માર્ચ ૨૦૦૯ના દિવસે ચંદ્રયાન-૧ દ્વારા પૃથ્વીના પ્રથમ ફોટાઓને પરત મોકલ્યા હતા
- જાન્યુઆરી ૨૦૦૯ : ઇસરોએ ઓર્બિટર દ્વારા અપોલો મૂન મિશન લેન્ડિંગ સ્થળના મેપિંગના ફોટાઓની પ્રક્રિયા અંગે જાહેરાત કરી હતી જેમાં મલ્ટીપલ પેલોડનો ઉપયોગ કરાયો હતો. અપોલો-૧૫ અને અપોલો-૧૭ના લેન્ડિંગ સ્થળ સહિત છ સ્થળોના ફોટાઓ આમા પાડવામાં આવ્યા હતા
- ૨૯મી જાન્યુઆરી ૨૦૦૯ના દિવસે ભારત, યુરોપ અને અમેરિકાના બનેલા વૈજ્ઞાનિકોએ સ્પેસમાં તેના પ્રથમ ૧૦૦ દિવસ સ્પેસ ક્રાફ્ટે પૂર્ણ કરી લીધા બાદ ચંદ્રયાન-૧ની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી
- ૨૮મી ઓગસ્ટ ૨૦૦૯થી મિશનની પૂર્ણાહૂતિ. મિશન બે વર્ષ સુધી ઓપરેટ કરશે તેવી અપેક્ષા હતી પરંતુ સ્પેસ ક્રાફ્ટ સાથે એકાએક દૂરસંચાર તુટી ગયું હતું. ૩૧૨ દિવસ સુધી આમા તપાસ ચાલી હતી. આ ક્રાફ્ટ ૧૦૦૦ દિવસ સુધી રહેવાની અપેક્ષા રાખવામાં આવી હતી. ૨૦૧૨માં લુનાર સપાટીમાં તે તુટી પડ્યું હતું. ચંદ્રયાન-૧ સાયન્સ એડવાઈઝરી બોર્ડના સભ્યએ કહ્યું હતું કે, સંપર્ક તુટી જવા માટેના કોઇ કારણ શોધવાની બાબત મુશ્કેલ બની હતી. મિશન અવધિમાં ૧૦ મહિના ઓછું રહ્યું હતું અને તેના ઇરાદા અધુરા રહ્યા હતા પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલી સમીક્ષાથી સાબિત થયું હતું કે મિશન સફળ રહ્યું હતું અને તેના ૯૫ ટકા ઉદ્દેશ્યો પૂર્ણ થયા હતા
- ૧૨મી નવેમ્બર ૨૦૦૭ના દિવસે રશિયન ફેડરલ સ્પેસ એજન્સી અને ઇસરોના પ્રતિનિધિઓ વચ્ચે ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે એક મહત્વની સમજૂતિ થઇ હતી
- ૧૮મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં મૂન મિશનને મંજુરી અપાઈ હતી
- ઓગસ્ટ ૨૦૦૯માં ઇસરો અને રશિયન ફેડરલ સ્પેસ એજન્સી દ્વારા ચંદ્રયાન-૨ની ડિઝાઇન પૂર્ણ કરી હતી અને ભારત અને રશિયા દ્વારા તેની સમીક્ષા કરવામાં આવી હતી
- ૨૦૧૬માં મિશનને વારંવાર મોકૂફ કરાયું અને નવા કાર્યક્રમો તૈયાર કરાયા હતા. રશિયાના વારંવાર વિલંબના લીધે ઘણી તકલીફ ઉભી થઇ હતી. આખરે સમજૂતિમાંથી રશિયા ખસી ગયું હતું. ત્યારબાદ ભારતે લુનાર મિશન સ્વતંત્રરીતે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, મિશનની લોંચ તારીખ ફરી એકવાર મોકૂફ કરાઈ હતી. કારણ કે વધુ ટેસ્ટ કરવાના બાકી રહી ગયા હતા
- ૨૮મી જૂન ૨૦૧૯ના દિવસે જીએસએલવી એમકે-૩-એમ-૧-ચંદ્રયાન-૨માં તમામ તબક્કાની લોંચ વ્હીકલની બેટરીઓ એકત્રિત કરીને ચકાસણી પૂર્ણ કરાઈ હતી
- ૧૯મી જૂન ૨૦૧૯ના દિવસે લેન્ડર વિક્રમ સાથે તમામ ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ પૂર્ણ થયા બાદ લોવરને અંતિમ લીલીઝંડી અપાઈ હતી
- ૩૦મી જૂન ૨૦૧૯ના દિવસે વ્હીકલના પેરોઆ‹મગ અને ઇલેક્ટ્રિકલ ચેકની કામગીરી પૂર્ણ કરાઈ હતી. આજ તારીખે લોંચ વ્હીકલની બેટરી ચા‹જગની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી
- પહેલી જુલાઈ ૨૦૧૯ના દિવસે ચંદ્રયાન-૨ને જીએસએલવી લોંચર સાથે ઇન્ટીગ્રેશન માટે તૈયાર કરાયું હતું
- બીજી જુલાઈ ૨૦૧૯ના દિવસે અતિઆધુનિક તમામ કેમેરા સંબંધિત પ્રક્રિયાને પૂર્ણ કરાઈ હતી અને રેડિયો ફ્રિકવન્સી ચેકની પ્રક્રિયા ચંદ્રયાન-૨ સ્પેસ ક્રાફ્ટમાં પૂર્ણ કરાઈ હતી. પેલોડ પ્રક્રિયા શરૂ કરાઈ હતી
- ચોથી જુલાઈ ૨૦૧૯ના દિવસે ચંદ્રયાન-૨ના ઇન્ટેગ્રેશન એસેમ્બલી લોંચ વ્હીકલ સાથે પૂર્ણ કરાઈ હતી
- ૫મી જુલાઈ ૨૦૧૯ના દિવસે ગ્રાઉન્ડ સ્ટેશનથી લેન્ડર અને ઓર્બિટર માટે લિંક ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ વ્હીકલ ફેઝ-૩ લેવલ-૨એ ચકાસણી પૂર્ણ કરાઈ હતી
- છઠ્ઠી જુલાઈ ૨૦૧૯ના દિવસે લોંચ પેડ સુધી મુવમેન્ટ માટે લોંચ વ્હીકલને તૈયાર કરીને કામગીરી પૂર્ણ કરાઈ હતી
- ૭મી જુલાઈ ૨૦૧૯ના દિવસે જીએસએલવી એમકે-૩-એમ-૧ને લોંચપેડ ખાતે લઇ જવાયું હતું. ત્યારબાદ સ્પેસ ક્રાફ્ટમાં હેલ્થ ચકાસણી અને પાવરની ચકાસણી હાથ ધરાઈ હતી
- ૮મી જુલાઈ ૨૦૧૯ના દિવસે ફુલ ડ્રેસ રિહર્સલની પ્રક્રિયા હાથ ધરાઈ હતી
- ૯મી જુલાઈ ૨૦૧૯ના દિવસે પેરોસના રુટિન અને ટર્મિનેશન પ્રક્રિયા, પ્રેશર સેન્સર્સ, અમ્બીલિકલ કનેક્શન યુનિકની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી
- ૧૦મી જુલાઈ ૨૦૧૯ના દિવસે શ્રાઉન્ડ ફાઈનલ એસેમ્બલી પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. એજ દિવસે ઓનબોર્ડ ઇલેમેન્ટ્રી ક્રાયોજનિક સ્ટેજની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. આજ દિવસે લિક્વિડ સ્ટેજ કન્ટ્રોલ સિસ્ટમની ચકાસણી પૂર્ણ કરાઈ હતી
- ૧૧મી જુલાઈ ૨૦૧૯ના દિવસે લોંચ વ્હીકલ બેટરીની ચા‹જગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને રુટિન લોંચ સંબંધિત ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી
- ૧૨મી જૂલાઈ ૨૦૧૯ના દિવસે લોંચ રિહર્સલની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આજ દિવસે પ્રોપેલેન્ટ ટેંકના પ્રિફાઇલ પ્રેશરાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી
- ૧૫મી જુલાઈ ૨૦૧૯ના દિવસે ચંદ્રયાન-૨ને લોંચ કરવાની તૈયારી હતી ત્યારે જ ટેનિકલ ખામી લોંચના એક કલાક પહેલા જ નજરે પડતા લોંચ કાર્યક્રમને મોકૂફ કરવાનો નિર્ણય કરાયો હતો અને આ ખામીને શોધવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એ વખતે મિશન ડિરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વિન્ડોની અંદર લોંચ હાથ ધરવાની બાબત શક્ય નથી. મોડેથી ૨૨મી જૂલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી
- ૨૨મી જુલાઈ ૨૦૧૯ના દિવસે ચંદ્રયાન-૨ને અપેક્ષા કરતા પણ વધુ સફળરીતે લોંચ કરવામાં સફળતા હાથ લાગી હતી. શ્રીહરિકોટ સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતે બીજા લોંચપેડ ખાતેથી બપોરે ૨.૪૦થી ૨.૫૦ વચ્ચે લોંચ પ્રક્રિયા યોજાઈ હતી. કાઉન્ટડાઉન ૫૬ મિનિટ અને ૨૪ સેકન્ડ સુધી ચાલ્યું હતું
- ૨૦મી ઓગષ્ટના દિવસે ચન્દ્રયાન-૨ ચન્દ્રની સપાટીમાં પ્રવેશી જતા ઉત્સાહ
- છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે ચંદ્રયાન-૨ લેન્ડ કરશે