હૈદરાબાદ : શ્રીહરિકોટાથી લોન્ચિંગના ૨૯ દિવસ બાદ ચન્દ્રયાન-૨ આજે સવારે ૯.૩૦ વાગે ચન્દ્રની કક્ષામાં પ્રવેશ કરી જતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ભારતે અંતરિક્ષમાં વધુ એક મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હતી. ચંદ્રની સપાટીને સ્પર્શ કરતા પહેલા કઇ પ્રક્રિયાઓ આગળ વધશે તે નીચે મુજબ છે.
- ધરતી અને ચંદ્રની વચ્ચે અંતર ૩ લાખ ૮૪ હજાર કિલોમીટર છે
- ચંદ્રયાન-૨માં લેન્ડર-વિક્રમ અને રોવર-પ્રજ્ઞાન લોન્ચિંગ બાદ છેક ચંદ્ર સુધી જશે
- ચંદ્રની સપાટી ઉપર ઉતારવાના ચાર દિવસ પહેલા વિક્રમ ઉતરવાવાલી જગ્યાની ચકાસણી કરીને ખાતરી કરશે અને લેન્ડર યાન ડીબુસ્ટ થશે
- વિક્રમ સપાટીની નજીક પહોંચશે અને ઉતરવાવાળી જગ્યાને સ્કેન કરશે ત્યારબાદ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે
- લેન્ડિંગ બાદ લેન્ડર વિક્રમનો દરવાજા ખુલી જશે અને રોવરને રિલીઝ કરશે
- રોવરને બહાર નિકળવામાં આશરે ચાર કલાકનો સમય લાગશે ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળી જશે અને ૧૫ મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગના ફોટાઓ મોકલવાની શરૂઆત કરશે