કેટલાક મનોરંજન પરફોર્મન્સીસ સાથે ડાન્સ દીવાનેએ તાત્કાલિક ધ્યાન માંગે તેવી કેટલીક સામાજિક બાબતો અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરી છે.આ સપ્તાહાંતે દર્શકો પ્રથમ પેઢીના સ્પર્ધકો અર્શ અને નીરજા સાથે એવો જ એક પરફોર્મન્સ જોશે, જેમાં સમાજમાં વિશેષ રૂપે અશક્ત બાળકોને સહેવા પડતા સંઘર્ષની રજૂઆત કરશે. અર્શ માનસિક રીતે અપંગ બાળક તરીકે અભિનય કરે છે અને નીરજા એની રક્ષણાત્મક બહેન તરીકે વિવિધ અત્યાચારોથી એને બચાવે છે.
આ એક લાગણીસભર પરફોર્મન્સ હતો જે જોઇને માધુરી દીક્ષિત પોતાના આંસુ રોકી શકી નહોતી. આવાં બાળકોની દુર્દશા આબેહુબ રીતે નિરૂપતા કલાકારોને ભેટવા તે ઊભી થઇ. માત્ર પરફોર્મન્સ જ નહિ, પરંતુ ડેન્સ દીવાને ટીમે વિશેષ અક્ષમતા ધરાવતાં સંતોષ ઇન્સ્ટીટ્યુટનાં બાળકોને જીવનમાં અનેક પડકારો હોવા છતાં તેમનામાં રહેલા જુસ્સાને સલામ કરવા આ શોમાં આમંત્રણ આપ્યું હતું. આ બાળકોએ આ પરફોર્મન્સની મજા માણી હતી અને “બમ બમ બોલે” ગીત પર જજીસ અને યજમાનો સાથે ડેન્સ કર્યો હતો. અને
આ નાનીશી ઊજવણી પછી એક માતા-પિતાએ એરપોર્ટ પર તેમની સાથે થયેલા દુર્વ્યવહાર એક ઘટના વર્ણવી હતી જ્યાં હવાઈ-જહાજમાં બેઠેલી એક મહિલાનું તેમનો દીકરો અભિવાદન કરવા માગતો હતો એને કારણે એમણે હવાઈ-જહાજમાંથી ઉતારી જવા જણાવાયું હતું. આ ઘટના સાંભળીને માધુરી દીક્ષિત ખૂબ વ્યથિત થઇ ગઈ હતી. તેમને તરત જ કહ્યું હતું કે બાળકો સાથે દુર્વ્યવહાર કરનાર આવાં લોકોને શિક્ષિત કરવાની જરૂર છે જેથી તેઓ આવાં બાળકોની ઉપેક્ષા ના કરે.માધુરીના ટેકાથી આ માતા-પિતાને ઘણો આનંદ થયો હતો અને આવા દયાભાવ વાળા શબ્દો બદલ એનો આભાર માન્યો હતો.