લખનૌ : ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ૧૩ સીટો પર યોજાનાર પેટાચૂંટણીને લઇને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા તૈયારી શરૂ કરી દેવામા આવી છે. મુખ્યપ્રધાન યોગીએ પોતે પેટાચૂંટણીની જવાબદારી લઇ લીધી છે. યોગી સતત બેઠકો યોજી રહ્યા છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે તે સીટો માટે પ્રભારી બનાવવામાં આવેલા મંત્રીઓ અને હોદ્દેદારોની સાથે બેઠક યોજવામાં આવી ચુકી છે. યોગી સતત તેમની સાથે બેઠક યોજીને માર્ગદર્શન આપી રહ્યા છે.
અન્ય રાજકીય પક્ષો હજુ તૈયારીમાં ઉતર્યા નથી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. યોગી દ્વારા જીત માટેની ફોર્મ્યુલા આપવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ધારાસભ્યો સાંસદ બની ગયા બાદ કેટલીક સીટો ખાલી થઇ ગઇ છે. હવે આ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. પેટાચૂંટણીમાં પણ શાનદાર દેખાવ કરવા માટે યોગી પોતે જવાબદારી લઇ રહ્યા છે. લોકસભાની ચૂંટણી બાદ ૧૨ વિધાનસભાની સીટો ખાલી થઇ ગઇ છે. સાથે સાથે હમીરપુરમાંથી ધારાસભ્ય અશોક ચન્દેલની મેમ્બરશીપ રદ કરવામાં આવી છે. જેથી આ સીટ પણ ખાલી થઇ ગઇ છે.
જે સીટ પર વહેલી તકે ચૂંટણી યોજાનાર છે તે સીટો પર યોજાનાર તૈયારી કરવામાં આવી રહી છે. હોદ્દેદારો અને મંત્રીઓ સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને પ્રદેશ મહામંત્રી સુનિલ બંસલે પણ હાજરી આપી હતી. આ બેઠકમાં તમામ પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી રહી છે. કઇ સીટો પર કઇ જાતિના કેવા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકાય છે તેવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે ચૂંટણી તૈયારીમાં જારદાર રીતે ઉતરી જવા માટેના આદેશ પણ તમામ સંબંધિતોને આપી દેવામાં આવ્યા છે. પાર્ટી પેટાચૂંટણીને લઇને પણ કોઇ કમી રાખવા માટે તૈયાર નથી. યોગી આદિત્યનાથ કોઇ પણ કિંમતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય રીતે જીત અપાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સંબંધિત ક્ષેત્રોની વિધાનસભામાં સક્રિયતા વધારી દેવા માટે તમામને સુચના આપવામાં આવી ચુકી છે. લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. મહિનામાં બે વખત કરતા વધારે વખત વિધાનસભામાં જવા માટે કહેવામાં આવ્યુ છે. યોજવા હેઠળ તમામને કેન્દ્ર અને રાજય સરકારની યોજના અંગે લોકોને વાકેફ કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે. કોઇ યોજનાના હજુ સુધી લાભ નહીં મેળવી ચુકેલા લોકોને યોજનાના લાભ અપાવવા માટે કહેવામં આવ્યુ છે. કોઇ વ્યÂક્તને જા કોઇ યોજનાના લાભ થઇ રહ્યા નથી તો તે યોજનાના લાભ અપાવવા માટે અને ન્યાય અપાવવા માટે કહેવામાં આવ્યુ છે. આગામી બેઠક મળે ત્યારે તમામને પ્રોગ્રેસ રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. બસપ દ્વારા પણ પેટાચૂંટણીને લઇને તૈયારી કરવામાં આવી છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનાર સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે ફ્લોપ શો રહ્યા બાદ તેમની વચ્ચે ગઠબંધનનો અંત આવી ચુક્યો છે. આવી સ્થિતીમાં હાલત વધારે ખરાબ થયેલી છે. લોકસભાની ચૂંટણીમાં જારદાર જીત મેળવી લીધા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. પેટાચૂંટણીમાં જારદાર રીતે મેદાનમાં ઉતરવા માટે પાર્રી તૈયાર છે. યોગી આદિત્યનાથ પોતે તમામ પ્રકારની તૈયારીમાં લાગી ગયા છે. જીત માટે ટિપ્પસ આપી રહ્યા છે.