કાલથી રાજ્યભરમાં નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે, દરેક ઘરમાં નાગ દેવતાની પૂજા કરવામાં આવશે.
શ્રાવણમાસની શુકલ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.
આ દિવસે ખાજા ખાવાનો પણ મહિમા હોય છે. શ્રાવણ મહિનામાં નાગપંચમીના તહેવારને લઇને ખાજા બનાવવાની કામગીરીમાં કારિગરો લાગી પણ ગયા છે.
નાગપંચમીએ નાગદેવતાના દર્શન કરવા જોઇએ. નાગદેવતાને દૂધ પીવડાવવું જોઇએ અને નાગદેવતાની સુગંધિત પુષ્પથી પૂજા કરવી જોઇએ.