નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરનાર છે. મોદીએ પોતાના ભાષણને લઇને લોકો પાસેથી જરૂરી સુચનો માંગ્યા હતા. તેમની આ પહેલ પર દેશના જુદા જુદા ભાગોમાંથી સુચનો સાથે પત્રો મળ્યા છે. મોદીને હજારો સુચનો મળ્યા છે. લોકોએ માય ગોવ ડોટ ઇન અને નમો એપ તેમજ ઇ મેલ મારફતે સુચનો કર્યો છે. ગ્રામીણ વિસ્તારોમાંથી પણ બે હજાર પત્રો આવ્યા છે. ૫૦ સુચનોને મોદી પસંદ કરશે જેને ભાષણમાં સામેલ કરવામાં આવનાર છે. મોદીને સૌથી વધારે સુચન નોકરીને લઇને આવ્યા છે. અનામતના મુદ્દા પર કોઇ એવી પહેલ કરવા માટે કેટલાકે સુચન કર્યા છે જેમનાથી કોઇને કોઇ તકલીફ ન પડે. તેમના ભાષણ પર તમામની નજર રહેશે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, એક શખ્સની ધરપકડ કરી
મહારાષ્ટ્ર : ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના...
Read more