વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એકપછી એક સાહસી નિર્ણય લેવામાં આવ્યા બાદ પાકિસ્તાનની હાલત ખરાબ થઇ રહી છે. એમાં પણ ઇમરાન ખાન વડાપ્રધાન છે ત્યારે આ તમામ પગલા લેવાઇ રહ્યા છે. પહેલા પાકિસ્તાનમાં ઘુસીને ભારતે ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા અને હવે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. આ બંને સાહસી નિર્ણય પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી ચુક્યા છે. ઇમરાનની હાલત ખુબ ખરાબ થઇ રહી છે. બંને વખત ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી સાહનુભુતિ મેળવી લેવાના પ્રયાસ કર્યા હોવા છતાં નિષ્ફળતા હાથ લાગી છે.
પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે જે રીતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા હતા તેના કારણે વિશ્વના દેશો સામે ઇમરાન શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયા હતા. હવે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદ કરી દેવામાં આવી છે. આને લઇને તેમના પર દેશના લોકો દ્વારા પણ વ્યાપક દબાણ છે. પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે ઇમરાનની પાર્ટી તહેરીકે ઇન્સાફને સૌથી વધારે બેઠકો મળી હતી. સાથી પક્ષોના સહકાર સાથે ઇમરાન ખાન વડાપ્રધાન બની ગયા હતા. એક સ્પોર્ટસમેન વડાપ્રધાન બન્યા બાદ તમામ લોકો માની રહ્યા હતા કે સંબંધોમાં સુધારો થઇ શકે છે. જા કે આ આશા દેખાઇ રહી નથી.
હવે ઇમરાનની સરકાર બન્યા બાદ પણ ત્રાસવાદી ગતિવિધી જારી રહી છે. હુમલા અને વિસ્ફોટક સંબંધ વચ્ચે ચર્ચા છે કે ભારત સાથેના તેમના સંબંધ કેવા રહેશે. પરંતુ હાલમાં જે રીતે વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે તેનાથ લાગે છે કે ઇમરાનની મનોદશા દુવિધાવાળી બનેલી છે. ઇમરાન દુવિધામાં દેખાઇ રહ્યા છે. ઇમરાનની વારંવાર બદલાતી ઇચ્છા પાછળ કટ્ટરપંથીઓનુ દબાણ હોઇ શકે છે તેવા અહેવાલ પણ કેટલીક વખત આવી રહ્યા છે. સાથે સાથે ઇમરાનના વલણને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. આમાં કોઇ શંકા નથી કે ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ માત્ર એક ખેલ નથી. હમેંશા ક્રિકેટ ઉન્માદ રાજનીતિ પર ભારે પડે છે.
આ જ ઉન્માદને જગાવવાના કારણે રાજકીય સંબંધ હમેંશા ખરાબ થતા રહ્યા છે. એકબીજાના ખેલાડીઓની પ્રશંસા આજે દેશદ્રોહી માની લેવામાં આવે છે. બે દશક પહેલા સુધી ભારતીય યુવા ખેલાડીના ઘરમાં પણ પાકિસ્તાની ખેલાડીઓના ફોટો જાવા મળતા હતા. કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન દ્વારા જે રીતે એકપછી એક દુવિધાભરેલા નિર્ણયો પાકિસ્તાન દ્વારા લેવામા આવી રહ્યા છે તે સાબિત કરે છે કે ઇમરાન સ્થાનિક લોકોના દબાણ હેઠળ છે. કારણ કે પાકિસ્તાન સરકાર દ્વારા ભારતના મામલામાં દરમિયાનગીરી કરીને તેના પગલા લઇ રહ્યુ છે. વિશ્વના દેશોનુ પાકિસ્તાનને સાથ મળી રહ્યુ નથી. આવની સ્થિતીમાં ઇમરાનની મુશ્કેલી વધશે.