આજે ભારતમાં ૫૦ ટકા કરતા વધારે વસ્તીની વય ૨૫ વર્ષથી ઓછી છે. ટુંક સમયમાં જ આ વસ્તીની વય ૨૯ થનાર છે. દેશ હાલમાં યુવા નેતૃત્વ તરફ નિહાળે છે. જો રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે હોદ્દો છોડે છે તો શુ કોંગ્રેસ પાર્ટી પાસે કોઇ નેતા નથી. યુવા નેતાને જવાબદારી સોંપવાના બદલે કોંગ્રેસ પાર્ટી ફરી નહેરુ ગાંધી પરિવારમાંથી સોનિયા ગાંધીને જવાબદારી સોંપી ચુકી છે. સોનિયા ગાંધીની વય ૭૨ વર્ષની છે. સાથે સાથે અસ્વસ્થ પણ રહે છે.
ભારતીય જનતા પાર્ટીની તુલનામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઇ લાંબી વિચારણા કરવામાં આવી રહી નથી. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદી બાદ નવી અને અનુભવી ટીમ પણ તૈયાર કરી લીધી છે. જેમાં અમિત શાહ, નિર્મલા સીતારામન, દેવેન્દ્ર ફડનવીસ, યોગી આદિત્યનાથ અને અન્ય અનેક ચહેરા રહેલા છે. આવી સ્થિતીમાં અઢી મહિના સુધી સતત વાતચીત અને કવાયત બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ સોનિયા ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. આના કારણે કોંગ્રેસ પાર્ટી બીજા ૨૫ વર્ષ પાછળ ધકેલાઇ ગઇ છે. આ બાબત યોગ્ય છે કે સોનિયા ગાંધી શક્તિશાળી અને અનુભવી નેતા છે. તેમના નામ પર કોંગ્રેસના તમામ નેતા એકમત થઇ શકે છે પરંતુ તેમને ક્યાં સુધી પાર્ટી પ્રમુખ તરીકે રાખી શકાય છે.
વચગાળાના પ્રમુખ માટેની શુ અવધિ છે. ટુંક સમયમાં જ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારબાદ દિલ્હીમાં ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતીમાં ચૂંટણી નિકળતી રહેશે. કોંગ્રેસને નવા અધ્યક્ષ ક્યારે મળશે. એ બાબત શક્ય છે કે એક વખતે તો નવા પ્રમુખને સમર્થન ન મળે પરંતુ લાંબા ગાળામાં પાર્ટી એક વખત ઉભી થશે તો તેની સાથે લોકો પણ ઉભા રહેશે. કોંગ્રેસ પાર્ટી યુવા અને કુશળ નેતા સાથે સામે આવે તો તેમની પાર્ટી માટે વધારે સારી બાબત રહી શકે છે. કોંગ્રેસ પાર્ટીની હાલત હાલમાં તો મૃતપાય જેવી બનેલી છે. કોંગ્રેસ પાર્ટી હાલત દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે.