‘કાલ ભૈરવ રહસ્ય’માં થશે એક વધુ નવી એન્ટ્રી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સફળતાપૂર્વક ૧૦૦ એપિસોડ પૂરા કર્યા બાદ કાલ ભૈરવ રહસ્યની કથા રુદ્ર નામના ક્રૂર ટ્રક ડ્રાઇવરની રોમાંચક એન્ટ્રીથી વધુ રહસ્યમય બની ગઇ છે. શોમાં હવે બિંદાસ અને સુંદર અભિનેત્રી કૌર સૂરીની એન્ટ્રી થવાની છે. સિમરન  લતિકાનું પાત્ર ભજવતા જોવા મળશે.

 લતિકા એક સાહસી અને સુંદર મહિલા છે, જે એક ગુપ્ત એજંડા માટે સિદ્ધપુર આવી છે. લતિકાને બાઇક ચલાવવાનું પસંદ છે અને તે એક મજબૂત મહિલા છે. ત્યાં પુરૂષોની જેમ કપડા પહેરે છે અને નાના વાળ રાખે છે, તો પણ ફેશનેબલ દેખાય છે. તે પરિસ્થિતિઓ સામે વ્યવહારિક રીતે કામ કેવી રીતે કરવું તે જાણે છે.

પોતાના પાત્ર વિશે જણાવતા સિમરન કૌર સૂરી કહે છે કે મે હંમેશા જાહેરાતોમાં કામ કર્યું છે અને પહેલી વાર કોઇ ટેલિવિઝન શો કરી રહી છું. જ્યારે મને લતિકાનો રોલ ઓફર થયો ત્યારે મે આ શોનો ભાગ બનવાની બાબતે ખૂબ જ ખુશ હતી કારણ કે આ પરંપરાગત સાસ-વહું વાળું પાત્ર નથી. મારા પાત્ર માટે શોમાં ખૂબ જ એક્શન સીક્વન્સ છે. લતિકા બાઇક ચાલે છે અને ખૂબ જ ટફ મહિલા છે અને આ પાત્ર ભજવી ને મને મજા આ રહી છે.

Share This Article