વડાપ્રધાન તરીકેની જવાબદારી વર્ષ ૨૦૧૪માં સંભાળી લીધા બાદ નરેન્દ્ર મોદીએ એક પછી એક સાહસી, કઠોર અને હિંમતપૂર્વકના નિર્ણય કર્યા છે. જે સાબિતી આપે છે કે તેઓ દુરદર્શી હોવાની સાથે સાથે શક્તિશાળી નેતા તરીકે છે. હવે તો લોકો પણ કહેવા લાગી ગયા છે કે મોદી છે તો બધુ શક્ય છે. તેમના શાસનકાળમાં દેશના લોકોએ અનેક સાહસી નિર્ણયો જાયા છે. જેમાં નોટબંધી, જીએસટી, પુલવામા ખાતે ત્રાસવાદી હુમલો થયા બાદ પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા, હાલમાં જ જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદીનો સમાવેશ થાય છે. આ તમામ નિર્ણય સાબિત કરે છે કે તેઓ સાહસપૂર્વક મોટા નિર્ણય કરી રહ્યા છે. આગામી સમયમાં દેશના લોકો વધારે સાહસી નિર્ણય સરકાર તરફથી લેવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત પ્રચંડ બહુમતિ સાથે જીત પણ મોદીની તાકાત અને લોકપ્રિયતા દર્શાવે છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બનેલા છે ત્યારે દેશના મોટા ભાગના લોકોમાં હવે ચર્ચા છે કે નરેન્દ્ર મોદી છે તો દરેક બાબત હવે શક્ય છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ભારતીય પેટાખંડ અને સમગ્ર દુનિયાના ઇતિહાસમાં કેટલીક ઐતિહાસિક બાબતો જોવા મળી છે. ભારતે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનની અંદર ૮૦ કિલોમીટર સુધી ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતે પ્રચંડ હવાઇ હુમલા કર્યા હતા. ભારતે આ સાહસ દર્શાવીને વિશ્વ સમક્ષ જાહેરાત પણ કરી કે તેના દ્વારા ત્રાસવાદી અડ્ડાઓ પર હવાઇ હુમલા કરવામાં આવ્યા છે. પાંચ વર્ષ પહેલા સુધી કોઇ વ્યક્તિ જાવાની કે વિચારવાની સ્થિતીમાં પણ ન હતા. પાચ વર્ષ પહેલા દેશના લોકો એવુ વિચારી પણ શકતા ન હતા કે પાકિસ્તાનમાં ઘુસી જઇને આ રીતે હવાઇ હુમલા કરી શકાય છે.
હવે ભારતીય સેનાએ બે વખત પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. પાકિસ્તાને પરમાણુ હુમલા કરવાની ધમકી આપવાનુ ચાલુ રાખ્યુ પરંતુ ભારતે તેના દેશમાં જ ઘુસીને ત્રાસવાદીઓનો સફાયો કરી દીધો. ભારતે ત્રાસવાદીઓને ફુંકી માર્યા બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરવાનુ દુસાહસ કર્યુ અને જવાબી હવાઇ હુમલા કરવાના પ્રયાસ કર્યા ત્યારકે ભારતે પાકિસ્તાની વિમાનને ફુંકી માર્યુ હતુ. ટેકનિકની રીતે ખુબ જુના ભારતીય વિમાને પણ પાકિસ્તાનના વિમાનને ફુંકી માર્યુ હતુ. કમનસીબ રીતે જે સાહસી પાયલોટે આ પરાક્રમ કર્યો તેના વિમાનમાં દુશ્મન દેશના હુમલામાં આગ લાગી ગઇ હતી અને ખરાબ હવામાનના કારણે તે સરકીને પેરાશુટમાંથી ઉતર્યા બાદ પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો. જો કે સરકારના તીવ્ર દબાણના કારણે પાકિસ્તાનને ૬૦ કલાકની અંદર પાકિસ્તાન દ્વારા બાનમાં પકડી લેવામાં આવેલા અમારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડી દેવાની ફરજ પડી હતી. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મોરચા પર બિલકુલ ખરાબ હાલતમાં છે તે પણ સરકારની આક્રમક નીતિના કારણે જ શક્ય બન્યુ છે. તમામ લોકોમાં વિશ્વાસ પણ મોદીએ જગાવ્યો છે.