નવી દિલ્હી : ભારતમાં વધતા ઇન્ટરનેટ ઓફ થિગ્સ સ્પેસ સાથે જોડાયેલા ખતરા સપાટી પર આવી રહ્યા છે. શુક્રવારના દિવસે જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનામાં જ લોટ સ્પેસમાં સાયબર અટેકના મામલામાં ૨૨ ટકા સુધીનો વધારો થયો છે. આની સાથે જ ભારત છેલ્લી ત્રિમાસિક અવધિમાં સૌથી વધારે સાયબર અટેકના શિકાર થયેલા દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે. અત્રે નોંધનીય છે કે સતત બીજી ત્રિમાસિક અવધિમાં ભારતમાં સાયબર અટેક સાથે જોડાયેલા મામલામાં સૌથી ઉપર છે. સ્માર્ટ સિટીજ, ફાયનેન્સિયલ સર્વિસેસ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પર સાયબર અટેક સૌથી વધારે થયા છે.
રિપોર્ટમાં તમામ અહેવાલ વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આના માટે ૧૫ ભારતીય શહેરોના ડેટા એકત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મુંબઇ, દિલ્હી, બેંગલોર જેવા શહેરો સામેલ છે. આ ત્રણેય શહેરોમાં સાયબર અટેક સૌથી વધારે થયા છે. આ અભ્યાસ બેંગલોરના ટેલિકોમ સોલ્યુશન પ્રોવાઇડર જ્વારા કરવામાં આવ્યા બાદ વિગત સપાટી પર આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં ૩૩૪૫૦ હાઇગ્રેડ એટેક્સ નોંધાયા છે. જેમાં ૫૦૦ મોટા અટેક થયા છે. સુબેક્સના સીઇઓ પી વિનોદ કુમારે કહ્યુ છે કે થ્રેટ ઇન્ટેલિજન્સની તરફથી એકત્રિત કરવામા આવેલા મુદ્દા પર જાણી શકાય છે કે હેકર ભારતીય પ્રોજેક્ટસમાં વધારે રસ લઇ રહ્યા છે. તેમને વધારે ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે કે કેટલાક હેકરોભારત પર વધારે નજર રાખી રહ્યા છે.
ટોપના હેકર્સ દ્વારા કેટલાક મેલવેયર્સની મદદથી ક્રિટિલ ઇન્ફ્રાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. સ્ટડીમાં ૨૫૫૦ કરતા વધારે યુનિક મેલવેયર સેપલ્સની માહિતી મળી રહી છે.