એનટીપીસી હવે ૫૨૦૦૦થી પણ વધુ મેગાવોટ ક્ષમતાની કંપની બની

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની એનટીપીસી લિમિટેડે ૧૨ માર્ચ, ૨૦૧૮થી ૮૦૦ મેગાવોટની કુડગી સુપર થર્મલ પાવર સ્ટેશનના ત્રીજા એકમ (યુનિટ)મે ચાલુ કરી દીધો છે. આ સાથે જ કુડગી સુપર થર્મલ પાવર સ્ટેશનની કૂલ ક્ષમતા વધીને ૨૪૦૦ મેગાવોટ થઇ ગઇ છે.

આ યુનિટ શરૂ થવાની સાથે જ એનટીપીસી અ એનટીપીસી ગ્રુપની ક્ષમતા હવે ક્રમશઃ ૪૫,૩૦૦ મેગાવોટ અને ૫૨, ૧૯૧ મેગાવોટ થઇ ગઇ છે.

એનટીપીસીની પાસે ૨૦ કોલસા આધારિત, ૧૧ સોલર પીવી, ૨ જળ વિદ્યુત, ૧ પવન અને ૮ સહાયક એકમો/ સંયુક્ત ઉદ્યોગ વિદ્યુત કેન્દ્ર એટલે કે પાવર સ્ટેશન છે. કંપની વર્તમાનમાં દેશભરમાં  વિવિધ સ્થળો પર ૨૦,૦૦૦થી પણ વધુ મેગાવોટની વધારાની ક્ષમતાનું નિર્માણ કરી રહી છે.

Share This Article