વર્ષોથી અટવાયેલુ રાષ્ટ્રીય મેડિકલ કમીશન બિલ સંસદના વર્તમાન સત્રમાં પાસ થઇ ગયા બાદ આને લઇને પણ મોટી રાહત થઇ છે. મોટા શિક્ષણશાસ્ત્રીઓ આને પણ મોદી સરકારની એક મોટી સફળતા તરીકે ગણી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે હવે મેડિકલ શિક્ષણમાં રહેલી તમામ બિમારીઓ દુર થવા માટેનો માર્ગ મોકળો થઇ જશે. ક્યારેય શરૂ થશે વ્યવસ્થા તે નીચે મુજબ છે
- ત્રણ વર્ષની અંદર નેક્સ્ટનુ આયોજન થવા લાગી જશે
- છ મહિનાની અંદર મેડિકલ આયોગની રચના કરી દેવામાં આવે તેવી વ્યવસ્થા અને તૈયારી કરાઇ છે
- આઠમી ઓગષ્ટના દિવસે રાષ્ટ્પતિ દ્વારા બિલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય મેડિકલ કમીશન બિલ કાનુન અમલી છે
- પાંચમી ઓગષ્ટના દિવસે સંસદની મંજુરી મળી ગઇ હતી
- પહેલાથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની કોઇ જરૂર નથી તરત જ નેક્સ્ટ લાગુ કરાશે નહીં