બદલાતી લાઇફસ્ટાઇલના કારણે અને ખાવા પીવાની ખોટી ટેવના કારણે આજે તમામ લોકો કોઇને કોઇ બિમારીથી ગ્રસ્ત થયેલા છે. જેમાં હાર્ટ સંબંધિત બિમારી સૌથી વધારે છે. આ બિમારી મહિલાઓ અને પુરૂષોમાં એક સમાન રીતે જોવા મળે છે. આ સમયમાં હાર્ટ સમસ્યામાં કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટની માંસપેશી અસામાન્ય રીતે વધી જવાન બાબત અને હાર્ટ ફેલ થવાના કેસ સૌથી વધારે જોવા મળે છે. અનિયમિત હાર્ટ બીટ જેવી સમસ્યા હવે સામાન્ય બની છે. જા કે અમારી લાપરવાહીના કારણે હાર્ટ અટેકના બીજા કારણ પણ હોઇ શકે છે. જેમાં એક કારણ બ્લડ ગ્રુપ પણ છે.
હાલમાં જ એક ઇન્ટરનેસનલ રિસર્ચમાં આ બાબત સાબિત થઇ ગઇ છે કે હાર્ટ અટેકના કારણ પૈકી એક કારણ બ્લડ ગ્રુપ પણ છે. બ્લડ ગ્રુપના કારણે હાર્ટ અટેકના ખતરાને જાણી શકાય છે. સાથે સાથે એવી શક્યતા પણ જાણી શકાય છે કે ક્યા બ્લડ ગ્રુપના લોકોને સૌથી વધારે હાર્ટ અટેકનો ખતરો રહે છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્લડ ગ્રુપ એ, બી અને એબી આ ત્રણ બ્લડ ગ્રુપ એવા છે જેમાં હાર્ટની તકલીફ અથવા તો હાર્ટ ડિસીજનો ખતરો સૌથી વધારે રહે છે.
ઇન્ટરનેસનલ રિસર્ચમાં જ્યારે તમામ બ્લડ ગ્રુપને ધ્યાનમાં લઇને અને સાથે સાથે કેટલીક ગણતરી કરવામાં આવી ત્યારે હાર્ટ અટેકના દર્દીને ભેગા કરવામાં આવ્યા ત્યારે એવુ જાણવા મળ્યુ કે સૌથી વધારે હાર્ટ અટેકના મામલા એવા લોકોમાં જાવા મળ્યા છે જેમના બ્લડ ગ્રુપ એ, બી, અથવા તો એબી ગ્રુપ છે.જો કે કેટલાક નિષ્ણાંત આ તારણ સાથે સહમત નથી. તેમના કહેવા મુજબ તેમાં વધારે નક્કર બાબત રજૂ કરવાની જરૂર છે. કારણ કે આના માટેના નક્કર પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા નથી. હાર્ટની સમસ્યા આજે સામાન્ય બની રહી છે ત્યારે અભ્યાસના આ તારણ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. બ્લડ ગ્રુપને લઇને પણ હમેંશા કાળજી રાખવાની જરૂર હોય છે.