અમદાવાદ : મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેની સીધી અસર ગુજરાત ઉપર પણ થઇ છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના હથનૂર ડેમ વિસ્તારમાં ૪૦૦ મિમિ જેટલો અતિ ભારે વરસાદ ખાબક્યો છે. જેથી ફરી એકવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા આખા ઓપન કરી દેવામાં આવ્યા છે. હથનૂર ડેમમાંથી છોડવામાં આવતાં તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
તો, હથનૂર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની આ વખતની સીઝનમાં મહારાષ્ટ્રના હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજાઓ બીજી વાર ખોલી નાંખવામાં આવ્યા છે. હથનૂરના પાણલોટ વિસ્તારમાં આવેલાં ગોપાલખેડા, લોહારા, દેડતલાઈ, ટેક્સા ચિખલદરા અને બહાણપૂર આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ૪૦૦ મિમિ વરસાદની નોંધાયો છે. ભારે વરસાદ પડતાં હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યો છે.
આ સીઝનમાં બીજીવાર હથનૂર ડેમના તમામ ૪૧ દરવાજા ઓપન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ રાજ્યમાં બૈતૂલ વિસ્તારમાંથી તાપી નદીનો ઉદ્ગમ થયો છે અને મહારાષ્ટ્ર વિદર્ભ વિસ્તારની પુર્ણા નદીને પુર આવતાં હતનૂર ડેમની સપાટીમાં વધી જતાં ૪૧ દરવાજા ઓપન કરી દેવામાં આવ્યા છે. જલગાવ જિલ્લાના કલેક્ટર ડો અવિનાશ ઢકાણે દ્વારા નદી કિનારે આવેલા ગામના લોકોને સતર્ક કરવામાં આવ્યા હતા. હથનૂર ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવતાં સુરતના ઉકાઇ ડેમમાં પણ જળસપાટીમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શકયતા હોઇ તંત્ર પર હાલ એલર્ટ છે.