જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી કરવામાં આવ્યા બાદ આ ઐતિહાસિક અને સાહસી નિર્ણય બાદ જવાબદારી પણ મોટી આવી ગઇ છે. જેટલો મોટો નિર્ણય છે તેટલી જ મોટી જવાબદારી પણ આવી ગઇ છે. પૂર્વાગ્રહને છોડીને સીધી રીતે ઉશ્કેરણી કરતા લોકોને નિયંત્રણમાં રાખવાની જરૂર છે. આવા લોકોથી સામાન્ય લોકોને પણ રક્ષણ આપવાની જરૂર છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ તેમની પ્રગતિના રસ્તા ખુલી જશે તે બાબત લોકો સુધી સરળ રીતે પહોંચાડી દેવાની જરૂર છે. રસ્તો ભુલી ગયેલા યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમના માટે પણ અસરકારક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. સામાન્ય જનજીવન માટે સરકાર સક્રિય દેખાઇ રહી છે. આના સંકેત પણ મળી રહ્યા છે.
જા કે હજુ વધારે ધ્યાન આપવાની જરૂર છે. ભાષાના ઉપયોગને લઇને પણ સાવધાની રાખવી પડશે. કાશ્મીર ભારતના મસ્તક તરીકે છે. આના માથાને ઉપર રાખવા માટેના પ્રયાસ પણ કરવા પડશે.કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના લોકોમાં આત્મવિશ્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસો કરવાની જવાબદારી ટોપ અધિકારીઓને સોંપવામાં આવી છે. સૌથી મોટી જવાબદારી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલને સોંપવામાં આવી છે. બુધવારના દિવસે દોભાલ કાશ્મીરની શેરિઓમાં ફરતા નજરે પડ્યા હતા. બીજી બાજુ જમ્મુ કાશ્મીરની સ્થિતી પર કેન્દ્ર સરકારની બાજ નજર રહેલી છે. સાથે સાથે ખીણ અને દક્ષિણ કાશ્મીરના લોકોના મુડને સમજી લેવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓની ઘુસણખોરીને રોકવા માટેના પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
૧૨મી ઓગષ્ટના દિવસે આવનાર ઇદ ઉલ અજહા અને શુક્રવારના દિવસે નમાજને ધ્યાનમાં લઇને પણ સંચારબંધીમાં રાહત આપવામાં આવી શકે છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ પ્રથમ વખત ખીણમાં આ પ્રસંગ રહેશે જ્યારે વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકાર કાશ્મીરી લોકોની પ્રતિક્રિયાને જાણવા માટે પ્રયાસ કરશે. કાશ્મીરી લોકોના મુડ કેવા છે તે જાણવા માટેના પ્રયાસ થશે. તમામ જવાબદારી હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સંભાળી રહ્યા છે.કાશ્મીરમાં હાલમાં જનજીવનને પાટા પર લાવવા માટેના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. ખીણમાં સુરક્ષા અભૂતપૂર્વ રાખવામાં આવી છે. ત્રાસવાદના કારણે વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા કાશ્મીરના ઝડપી વિકાસ માટે હવે સતત પગલા લેવાના રહેશે. કેન્દ્ર સરકારને પણ સાબિતી આપી દેવી પડશે કે તે કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ તે રાજ્યના સર્વાગી વિકાસ માટે કેટલી ગંભીર છે. ટુંકમાં જેટલો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ મજબુત ઇચ્છાશક્તિ સાથે રાજયના વિકાસને ઝડપથી આગળ વધારી દેવાની જરૂર છે. કાશ્મીર હવે બદલાશે. સાથે સાથે સામાન્ય લોકો અને પ્રવાસીઓ પહોંચે તેવા માહોલની રચના કરવી પડશે.