જમ્મુ કાશ્મીરમાં થી કલમ ૩૭૦ નાબુદ કરી દેવામાં આવી છે. આ ખુબ મોટા નિર્ણયની પાછળ એક સંપૂર્ણ ટીમ છેલ્લા કેટલાક સમયથી કામ કરી રહી હતી. કલમ ૩૭૦ના કારણે અનેક હેરાગતિ રહી હતી. આના કારણે રાજ્યપાલ શાસન વારંવાર લગાવાયો હતો. છેલ્લે સ્થિતી જટિલ બની ગયા બાદ ૧૯મી જુન ૨૦૧૮ના દિવસે રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યા બાદ હજુ સુધી આ શાસન અકબંધ છે. અનેક પ્રકારની સમસ્યા સતત આવી છે. ક્યારે ક્યારે રાજ્યપાલ શાસન આવ્યો તે નીચે મુજબ છે.
- ૨૬મી માર્ચ ૧૯૭૭થી નવમી જુલાઇ ૧૯૭૭
- છ માર્ચ ૧૯૮૬થી સાત નવેમ્બર ૧૯૮૬ સુધી
- ૧૯મી જાન્યુઆરી ૧૯૯૦થી નવમી ઓક્ટોબર ૧૯૯૬ સુધી
- ૧૮મી ઓક્ટોબર ૨૦૦૨થી બીજી નવેમ્બર ૨૦૦૨ સુધી
- ૧૧મી જુલાઇ ૨૦૦૮થી પાંચમી જાન્યુઆરી ૨૦૦૯ સુધી
- નવમી જાન્યુઆરી ૨૦૧૫થી પહેલી માર્ચ ૨૦૧૫ સુધી
- આઠમી જાન્યુઆરી ૨૦૧૬થી ચોથી એપ્રિલ ૨૦૧૬ સુધી
- ૧૯મી જુન ૨૦૧૮થી હજુ સુધી